તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:પીવાના પાણીમાં ગટરનું પાણી આવ્યું

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક

વોર્ડ નં.16ના અનેક વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણી સાથે ગટરનું પાણી આવતું હોવાની ફરિયાદ સ્થાનિક લોકોએ પૂર્વ કોર્પોરેટર્સની આગેવાનીમાં રજૂઆત કરી હતી. ડેપ્યુટી મ્યુનિ. કમિશનર નંદાણીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, વોર્ડ નં.16માં દૂષિત અને ગંધાતા પાણી સાથે ઇયળો પણ નીકળી રહી છે. જેના કારણે અહીં રહેતા લોકોના આરોગ્ય પર જોખમ ઊભું થાય તેમ છે. આ વિસ્તારમાં પીવાના પાણી સાથે ગટરનું ગંદું પાણી આવતું હોવાની પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોર્પોરેશનના અધિકારીઓએ આ પ્રશ્ન હલ કરવા કોઇ પગલાં લીધા નથી. આ ઉપરાંત વોર્ડ નં.16માં છેલ્લા છ માસથી અપૂરતા ફોર્સથી પાણી આવતું હોવાથી લોકોને પૂરતું પાણી મળતું નથી. જે અંગેની રજૂઆત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો