• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Dream Destination Wedding In Jodhpur Of Rajkot Businessman's Son, Inviting 300 Guests, Plate Of Rs. 18 Thousand, One Night Rent Of Honeymoon Suite 7.5 Lakh!

જાજરમાન લગ્ન:રાજકોટના ઉદ્યોગપતિના પુત્રના જોધપુરમાં ડ્રીમ ડેસ્ટિનેશન વેડિંગ, 300 મહેમાન આમંત્રિત, રૂ.18 હજારની થાળી, હનિમૂન સ્યૂટનું એક રાતનું ભાડું 7.5 લાખ!

રાજકોટએક મહિનો પહેલા
.
  • બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્ન પણ આ જ પેલેસમાં થયા હતા

રાજકોટનાં કોઈ પરિવારે ક્યારેય ન યોજ્યા હોય તેવાં શાહી-શાનદાર-રજવાડી લગ્ન શહેરનાં સુવિખ્યાત રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાં જાણીતા એવા ઉદ્યોગપતિ મૌલેશભાઈ પટેલ અને સોનલબેન પટેલના પુત્ર જયના જાજરમાન લગ્ન મોરબીની જાણીતી એવી આજવીટો ટાઈલ્સના માલિક અરવિંદભાઈ પટેલ અને શીતલબેન પટેલની પુત્રી હેમાંશી સાથે આગામી તા.14-15-16 નવેમ્બરના રાજસ્થાનના જોધપુર મુકામે ઉમેદભવન પેલેસ ખાતે યોજાવાના છે. આ લગ્ન સમારંભની ખાસ બાબત એ છે કે, એ એક ડેસ્ટિનેશન વેડિંગ છે અને તેનું આયોજન જોધપુરની સુવિખ્યાત હોટેલ ‘ઉમેદભવન પેલેસ’ ખાતે થવાનાં છે.

પ્રિયંકા ચોપરા જોનસ અને નિક જોનસના લગ્ન પણ આ જ પેલેસમાં થયા હતા.
પ્રિયંકા ચોપરા જોનસ અને નિક જોનસના લગ્ન પણ આ જ પેલેસમાં થયા હતા.

રાજસ્થાનના જોધપુરમાં ઉમેદભવન પેલેસમાં લગ્ન
હોટલ ઉમેદભવન પેલેસ હાલ ‘તાજ હોટેલ’ દ્વારા સંચાલિત છે અને તેની ગણના ભારતની ત્રણ સર્વોત્તમ અને સૌથી મોંઘી હોટેલ્સમાં થાય છે. જેમાં થાળીની કિંમત રૂ.18 હજાર છે તો રૂમ પ્રતિ નાઈટ રૂમની કિંમત રૂ.7,50,000 છે. ઉલ્લેખનીય છે કે બૉલીવુડની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસ અને નિક જોનસના લગ્ન પણ આ જ પેલેસમાં થયા હતા.

હોટલ ઉમેદભવન પેલેસની ગણના ભારતની મોંઘી હોટલમાં થાય છે (ફાઈલ તસવીર).
હોટલ ઉમેદભવન પેલેસની ગણના ભારતની મોંઘી હોટલમાં થાય છે (ફાઈલ તસવીર).

રાજકોટથી ત્રણ ચાર્ટર્ડ ફ્લાઈટ સીધી જોધપુર જશે
જોધપુરના ઉમેદભવન પેલેસ ખાતે યોજાનારા આ જાજરમાન લગ્ન સમારોહમાં ત્રણ દિવસના ફંક્શન દરમિયાન અનેક કાર્યક્રમો યોજાવાના છે, જેમાં તારીખ 14, 15, 16 નવેમ્બર માટે આખી હોટલ ઉમેદભવન પેલેસ અને હોટલ અજિતભવન પેલેસ આખા બુક કરવામાં આવ્યા છે. રાજકોટથી ત્રણ ચાર્ટર્ડ ફ્લાઈટ સીધી જોધપુર જશે અને ત્રણેય દિવસ વિવિધ કાર્યક્રમ યોજાશે. એમાં 14મી નવેમ્બરે મહેંદી રસમ, ભગવાન દ્વારકાધીશજીની આરતી યોજાશે તેમજ રાત્રિના સમયે જાણીતા કલાકાર ઐશ્વર્યા મજમુદાર પર્ફોર્મન્સ આપવાના છે. 15મી નવેમ્બરે સવારે મંડપ મુહૂર્ત, મહેંદી રસમ બાદ રાત્રિના બોલિવૂડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સચિન જિગર સહિતના કલાકારો ધૂમ મચાવશે. જ્યારે 16મીએ જાજરમાન લગ્ન યોજાશે. મુખ્ય લગ્ન સમારંભ અહીંના જાણીતા કિલ્લા મહેરાનગઢ ફોર્ટમાં યોજાવાનો છે.

હોટલ ઉમેદભવન પેલેસના તમામ 70 રૂમ બુક કરી દેવામાં આવ્યા (ફાઇલ તસવીર).
હોટલ ઉમેદભવન પેલેસના તમામ 70 રૂમ બુક કરી દેવામાં આવ્યા (ફાઇલ તસવીર).

આખી હોટલના તમામ 70 રૂમ બુક કરી દેવામાં આવ્યા
તારીખ 16 નવેમ્બરના દિવસે જોધપુર ખાતે યોજાનારા આ લગ્ન માટે તારીખ 13 નવેમ્બરથી જ આખી હોટલના તમામ 70 રૂમ બુક કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીંની એવી જ રજવાડી ગણાતા અજિતભવન પેલેસના તમામ 67 રૂમ પણ ચાર દિવસ માટે બુક કરી દેવામાં આવ્યા છે! લક્ઝરીથી લથબથ એવા આ લગ્ન રાજસ્થાનના જોધપુર ખાતે થઈ રહ્યા છે, આથી આ લગ્ન માટે રાજકોટથી સીધી જોધપુર માટે ત્રણ ચાર્ટર ફ્લાઈટ જશે.

ઉમેદભવન પેલેસને તેના બાંધકામના સમયે ચિત્તર મહેલ કહેવાતો,કારણ કે એ ચિત્તર નામની ટેકરી પર આવેલો છે (ફાઈલ તસવીર).
ઉમેદભવન પેલેસને તેના બાંધકામના સમયે ચિત્તર મહેલ કહેવાતો,કારણ કે એ ચિત્તર નામની ટેકરી પર આવેલો છે (ફાઈલ તસવીર).

કુલ 300 લોકોને આમંત્રણ અપાયું છે
લગ્નમાં કન્યા-વર પક્ષના 150-150 લોકો મળીને કુલ 300 લોકોને આમંત્રણ અપાયું છે, કારણ કે રાજસ્થાનમાં કોવિડને કારણે હાલ લગ્ન વગેરે સમારંભો માટે સંખ્યા પર સરકારી નિયંત્રણો છે. આવા શાહી લગ્ન ઉદ્યોગપતિના પુત્રના થવાના છે. ઉમેદભવન પેલેસમાં લંચ કે ડિનર લેવું એ સ્વયં એક અનુભવ છે અને ત્યાંનું ફૂડ મોંઘુદાટ છે. આ લગ્નમાં મુખ્ય ભોજન સમારંભમાં મહેમાનોને જે થાળી પીરસવામાં આવશે એનો ચાર્જ 18 હજાર રૂપિયા છે.

ઉમેદભવનના પેલેસનો અમુક ભાગ તાજ હોટલને સંચાલન માટે આપવામાં આવ્યો છે (ફાઈલ તસવીર).
ઉમેદભવનના પેલેસનો અમુક ભાગ તાજ હોટલને સંચાલન માટે આપવામાં આવ્યો છે (ફાઈલ તસવીર).

હનિમૂન સ્યૂટનું એક રાતનું ભાડું સાડાસાત લાખ
જોધપુરના ઉમેદભવન પેલેસને ભારતની સૌથી મોંઘી હોટલ ગણવામાં આવે છે. અહીં 50 હજાર રૂપિયા પ્રતિ રાતથી નીચે રૂમ મળવો મુશ્કેલ છે. કેટલીક કેટેગરીના રૂમનું ભાડું બે-ત્રણ લાખ છે. તો અહીંના હનિમૂન સ્યૂટનું ભાડું સાડાસાત લાખ પ્રતિ નાઈટ છે! ઉમેદભવન પેલેસ રાજસ્થાનના જોધપુર શહેરમાં આવેલું વિશ્વનું એક સૌથી મોટા નિજી નિવાસોમાંનું એક છે. આ મહેલનો અમુક ભાગ તાજ હોટલ્સને સંચાલન માટે આપવામાં આવ્યો છે.

મહારાજા ઉમેદસિંહે 1929માં આ પેલેસ બનાવવાની શરૂઆત કરી હતી (ફાઈલ તસવીર).
મહારાજા ઉમેદસિંહે 1929માં આ પેલેસ બનાવવાની શરૂઆત કરી હતી (ફાઈલ તસવીર).

આ પેલેસમાં 347 ઓરડા છે
આ પેલેસ 75 વર્ષ જૂનો છે. મહારાજા ઉમેદસિંહે 1929માં આ પેલેસ બનાવવાની શરૂઆત કરી હતી. 14 વર્ષ બાદ આ એ તૈયાર થયો હતો. આ મહેલનું નામ તેના અત્યારના માલિકના દાદા મહારાજા ઉમેદસિંહ પરથી રખાયું છે. આ પેલેસમાં 347 ઓરડા છે અને એ જોધપુરના રાજ પરિવારનું શાહી નિવાસ છે. ઉમેદભવન પેલેસનું વૈભવી સંકુલ 26 એકરની જમીનમાં પથરાયેલું છે, જેમાં 3.5 એકર પર મહેલ બંધાયેલો છે અને 15 એકર પર બગીચા છે. આ પેલેસ પૂર્વી અને પશ્ચિમી સંસ્કૃતિનું સંગમ છે. ઉમેદભવન પેલેસને એના બાંધકામના સમયે ચિત્તર મહેલ કહેવાતો, કેમ કે ચિત્તર નામની ટેકરી પર આવેલો હતો, જે જોધપુરનું સૌથી ઊંચું સ્થળ છે. આ પેલેસ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે – આરામદાયક વૈભવી હોટલ (1972થી) – તાજ, રાજ પરિવારનું નિવાસસ્થાન અને પ્રજા માટે ખુલ્લું એક નાનું સંગ્રહાલય, જેમાં ચિત્રો, હથિયારો, તલવારો અને જોધપુરની ધરોહર સમાન અન્ય વસ્તુઓ પ્રદર્શિત કરાઈ છે.