તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:મનપા સંચાલિત અંગ્રેજી મીડિયમ નર્સરી શાળામાં પ્રવેશ માટે થયો ડ્રો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ શાળાની કુલ 75 બેઠક માટે ભરાયા હતા 910 ફોર્મ

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત અંગ્રેજી માધ્યમની ત્રણ શાળામાં નર્સરીના પ્રવેશ માટે ફોર્મ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે ડ્રો પદ્ધતિથી 75 બેઠક માટે નર્સરીના વિદ્યાર્થીને પ્રવેશ આપવાનું આયોજન હાથ ધરાયું હતું.

ત્રણ શાળાની 25-25 બેઠક એટલે કુલ 75 બેઠક માટે આજે ત્રણ અલગ-અલગ ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ રવીન્દ્રનાથ ટાગોર ઈંગ્લિશ મીડિયમ શાળા માટે 355 ફોર્મ માન્ય ગણવામાં આવ્યા હતા અને 9 ફોર્મ અમાન્ય ગણવામાં આવ્યા. બીજી ડૉ. હોમી જહાંગીર ભાભા ઈંગ્લિશ મીડિયમ શાળા માટે 241 ફોર્મ માન્ય ગણવામાં આવ્યા હતા જ્યારે 6 ફોર્મ અમાન્ય રાખ્યા હતા.

ત્રીજી નર્મદ ઈંગ્લિશ મીડિયમ શાળા માટે 291 ફોર્મ માન્ય ગણવામાં આવ્યા હતા અને 8 ફોર્મ અમાન્ય ગણવામાં આવ્યા. આમ ત્રણ શાળાના કુલ 887 ફોર્મ માન્ય ગણવામાં આવ્યા અને 23 ફોર્મ અમાન્ય રાખવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...