• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Drama 'Janta Raja' On Chhatrapati Shivaji's Life To Be Held In The City, Special Presence Of CM Patel, Patil And Home Minister

CM કાલે રાજકોટમાં:શહેરમાં છત્રપતિ શિવાજીના જીવન પર નાટક ‘જાણતા રાજા’ યોજાશે, CM પટેલ, પાટીલ અને ગૃહ મંત્રીની વિશેષ ઉપસ્થિતિ

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 300 કલાકારોનો કાફલો મહાનાટ્ય રજૂ કરશે

રાજકોટમાં આવતીકાલે છત્રપતિ શિવાજી મહારાજના જીવનકવન આધારિત “જાણતા રાજા” નાટકનું આયોજન રેસકોર્સ મેદાન, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે.આ મહાનાટ્ય સમારોહના અધ્યક્ષસ્થાને CM ભુપેન્દ્ર પટેલ, નવસારીના સાંસદ સી.આર.પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે.

1 હજારથી વધુ શો સમગ્ર ભારતમાં ભજવાયા છે
ઉલ્લેખનિય છે કે, “જાણતા રાજા” એ સમગ્ર એશિયાનું સૌથી મોટુ જીવંત રીતે ભજવાતું મહા નાટક છે. અત્યાર સુધીમાં આ નાટકના 1 હજારથી વધુ શો સમગ્ર ભારતમાં ભજવવામાં આવ્યા છે. જેમાં કુલ 300 જેટલા કલાકારો ભાગ લેનાર છે. આ પૈકી રાજકોટના 125 કલાકારો છે અને મહારાષ્ટ્રના 125 કલાકારો ભાગ લેનાર છે.

નાટક 5 હજાર લોકો એક સાથે જોઈ શકશે
આ મહાનાટ્યમાં 1 હાથી, 6 ઘોડા, 4 ઉંટ અને 1 બળદગાડાનો સમાવેશ થાય છે. “જાણતા રાજા” મહાનાટ્ય અંદાજિત 5 હજાર લોકો એક સાથે જોઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે તેમજ 4 એલ.ઈ.ડી સ્ક્રિનની સુવિધા પણ કરવામાં આવી છે. આ મહાનાટ્ય જોવા આવનાર પ્રજાજનો માટે વાહન પાર્કિંગની વ્યવસ્થા સુવિધા રમેશ પારેખ ઓપન એર થિયેટર નજીક કરવામાં આવી છે. વી.વી.આઈ.પી અને વી.આઈ.પી માટેની એન્ટ્રી અનુક્રમે ફનવર્લ્ડ ગેટ તથા પોલીસ હેડક્વાટર ગેટ પાસેથી રહેશે.