તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટના વોર્ડ નં. 18માં હજુ મકાનો બની રહ્યા છે તે પંચનાથ સોસાયટીમાં અડધા વિસ્તારમાં ડ્રેનેજ લાઈન નથી તેમજ આખી સોસાયટીમાં એક પણ નળ કનેક્શન નથી દીધા તેમજ ગેસ લાઈન નખાઈ નથી. આવી સ્થિતિમાં રોડ મંજૂર કરાતા નથી પણ પંચનાથમાં બધા નિયમો નેવે મૂકીને સીસી રોડ મંજૂર થઈ ગયો. બીજી તરફ એવો ઘટસ્ફોટ થયો છે કે માત્ર મનપા જ નહિ કોર્પોરેટરે પણ મેદાનમાં પોતાની 5-5 લાખની ગ્રાન્ટ ખર્ચી નાખી હતી.
પંચનાથ સોસાયટીમાં ડ્રેનેજ લાઈન, ગટર લાઈન તેમજ સીસીરોડ માટે દોઢ વર્ષ પહેલા જ ફાઈલ મુકાઈ ગઈ હતી ત્યારે આ સોસાયટીમાં એક પણ મકાન બન્યા ન હતા. જે સાબિત કરે છે કે બિલ્ડર અને કોન્ટ્રાક્ટરની પહોંચ કેટલી ઊંચી હોય છે. માત્ર આટલું જ નહિ વોર્ડના કોર્પોરેટર નિર્મળ મારૂ અને મેનાબેન જાદવે તે સોસાયટીમાં 5-5 લાખ ફાળવ્યા જે તેમની કુલ ગ્રાન્ટના 33 ટકા કરતા વધુ છે. આ અંગે મેનાબેન જાદવના જેઠ કે જે તેમના તમામ કામો સંભાળે છે તેવા શૈલેષ જાદવને પૂછતા તેમને કહ્યું હતું કે, ‘સાથી કોર્પોરેટર પ્રવીણભાઈ (ચોપડે તેમના પત્ની ભાનુબેન સોરાણી કોર્પોરેટર છે) ના કહેવાથી અમે ગ્રાન્ટ ફાળવી છે ત્યારે સોસાયટીમાં 5થી 7 લોકો રહે છે તેવું કહ્યું હતું.’ પ્રવીણ સોરાણીએ કહ્યું અને એક જ સોસાયટીમાં બે કોંગી કોર્પોરેટરે ગ્રાન્ટ ખર્ચી નાખી છે. એક કોર્પોરેટરને ભાગે વર્ષે 15 લાખની ગ્રાંટ આવે છે. જેમાં તેણે પોતાના વિસ્તારના વિકાસ કામો જેવા કે રસ્તા રીપેરીંગ, નવા બનાવવા સહિતના કામો કરવાના હોય છે. એક તરફ કોઠારિયાનો મોટો વિસ્તાર મેટલિંગ સહિતના કામ માટે રજૂઆત કરતા થાકી ગયા છે અને તેમણે ચૂંટેલા કોર્પોરેટર બિલ્ડર અને કોન્ટ્રાક્ટરના હાથા અને એજન્ટ બની જ્યાં હજુ મકાન નથી બન્યા ત્યાં ખુલ્લા હાથે ગ્રાન્ટના ઢગલા કરી રહ્યા છે.
શા માટે કૌભાંડ કર્યું આ રીતે સમજો
બિલ્ડર જ્યારે ખાનગી સોસાયટીનો પ્લાન મૂકે ત્યારે પ્લોટ અને મકાન વેચવા માટે ગટર, પાણી અને રોડ હોવાનો વાયદો કરીને લોકો પાસેથી વધુ ભાવ પડાવે છે. આ સુવિધાઓ માટે મનપાના અધિકારી-પદાધિકારીનો સંપર્ક કરી અલગ અલગ યોજનામાં 20થી 26 ટકા પૈસા જનભાગીદારીના નામે ભરીને 2થી 3 કરોડના કામો મંજૂર કરાવે છે. આ કામો વળી કોન્ટ્રાક્ટર કરે છે તેથી મનફાવે તેવી ગુણવત્તાનું કામ થાય છે કારણ કે, તેને પણ ખબર છે કે જ્યારે મકાન બનશે ત્યારે ગેસ, નળ તેમજ ગટરના કનેક્શન માટે રોડ ખોદાશે. નબળી ગુણવત્તા સાથેનું કામ કર્યા બાદ થોડા જ સમયમાં ફરી ત્યાં રોડ રિપેર કરવા માટે ટેન્ડર થાય છે અને તેમાં બીજો કોન્ટ્રાક્ટર લાભ લ્યે છે. આ આખી સર્કિટમાં બિલ્ડરને વધુ ભાવ જ્યારે કોન્ટ્રાક્ટરને કમાણી થાય છે અને તે સતત ચાલુ રહે તે માટે મનપાના અધિકારીઓ – પદાધિકારીઓ એજન્ટ બની પોતાનો લાભ પણ મેળવે છે. જેમાં આખરે તો જ્યાં જરૂર છે તે વિસ્તારોના લોકો સુવિધાઓ માટે વલખાં મારતા રહે છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.