તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Dr. Who Performed The First Operation Of HIV And Corona Patient In Rajkot. Sejal Bhatt Wrote For Bhaskar ... 'Operated In 24 Hours To Save Lives'

ભાસ્કર LIVE રિપોર્ટ:રાજકોટમાં HIV અને કોરોનાના દર્દીનું પ્રથમ ઓપરેશન કરનાર ડો. સેજલ ભટ્ટે ભાસ્કર માટે લખ્યું... ‘જીવ બચાવવા 24 કલાકમાં જ ઓપરેશન કર્યું’

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડો. સેજલ ભટ્ટ, ડો. વિજય સહિતની ટીમે સોમવારે સાંજે સર્જરી કરી. એચઆઈવી અને કોરોના બંને પોઝિટિવ હોય તેવા દર્દીમાં મ્યુકરમાઈકોસિસની સર્જરી કરવી પડી હોય તેવી આ પ્રથમ ઘટના છે. - Divya Bhaskar
ડો. સેજલ ભટ્ટ, ડો. વિજય સહિતની ટીમે સોમવારે સાંજે સર્જરી કરી. એચઆઈવી અને કોરોના બંને પોઝિટિવ હોય તેવા દર્દીમાં મ્યુકરમાઈકોસિસની સર્જરી કરવી પડી હોય તેવી આ પ્રથમ ઘટના છે.
  • HIVગ્રસ્તને કોરોના થતા માત્ર 8 જ દિવસમાં મ્યુકોરમાઈકોસિસ થયું
  • નાકના પડદા અને હાડકાં સડી ગયાં, જીવ બચાવવા ફુગગ્રસ્ત ભાગ કાઢવા પડ્યાં
  • રોગપ્રતિકારક શક્તિ જાણે શૂન્ય થઈ જતાં ફુગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી હતી
  • ગમે ત્યારે દર્દીનો જીવ જઈ શકે, કેસ સામે આવ્યાના 24 જ કલાકમાં રિપોર્ટ કરીને સર્જરી થઈ

રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના કેસ વધી રહ્યા છે. રાજકોટમાં મ્યુકરમાઈકોસિસ માટે સર્જરી અને ઓપીડી ચાલુ જ હતી તેવામાં કોવિડ વોર્ડમાંથી એક દર્દીને ઈમર્જન્સીમાં અમારી પાસે લાવવામાં આવ્યા. પોઝિટિવ આવ્યાને 8 દિવસ થયા હતા અને તેના સાયનસમાં મ્યુકરમાઈકોસિસને કારણે ઈન્ફેક્શન લાગુ થયું હતું. ક્લિનિકલ હિસ્ટ્રીમાં માત્ર આટલું જ નહીં પણ આ દર્દીને એચઆઈવી પોઝિટિવ હતો.

જીવ જવાની શક્યતા હતી એટલે 24 કલાકમાં જ ઓપરેશન કર્યું
એચઆઈવી હોવાથી પહેલાથી રોગપ્રતિકારક શક્તિ ઓછી હતી તેમાં કોરોના પોઝિટિવ આવતા જાણે રોગપ્રતિકારક શક્તિ જાણે શૂન્ય થઈ ગઈ હતી. આ કારણે ફુગ ખૂબ જ ઝડપથી વધી રહી હતી. જો વહેલાસર ઓપરેશન ન થાય તો દર્દીનો જીવ પણ જવાનો ભય હતો એટલે બધા રિપોર્ટ કરાવી અમે 24 જ કલાકમાં ઓપરેશન કરવાનો નિર્ણય લીધો.

રોગપ્રતિકારક શક્તિ જાણે શૂન્ય થઈ જતાં ફુગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી હતી કે ગમે ત્યારે દર્દીનો જીવ જઈ શકે, કેસ સામે આવ્યાના 24 જ કલાકમાં રિપોર્ટ કરીને સર્જરી થઈ
રોગપ્રતિકારક શક્તિ જાણે શૂન્ય થઈ જતાં ફુગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી હતી કે ગમે ત્યારે દર્દીનો જીવ જઈ શકે, કેસ સામે આવ્યાના 24 જ કલાકમાં રિપોર્ટ કરીને સર્જરી થઈ

જ્યાં જ્યાં સડો થયો હતો તે તમામ ભાગ કાઢ્યો
ઓપરેશન માટે હું ડો. વિજય, ડો. જીત અને ડો. સાક્ષીની ટીમ બની જ્યારે એનેસ્થેસિયા વિભાગમાંથી બે ડોક્ટર હતા. સર્જરી ચાલુ થતા જોવા મળ્યું કે, સાયનસનું હાડકું સડી ગયું હતું અને સાયનસની દીવાલોમાં ફુગ ચોટેલી હતી નાકના પડદાની પાછળ પણ ફુગ હતી જેને સાફ કરાઇ મેડિકલની ભાષામાં તેને ડેબ્રાઈટમેન્ટનું ઓપરેશન કહે છે. જ્યાં જ્યાં સડો હતો તે તમામ ભાગ કાઢી નાખ્યો છે. 2.5 કલાક સર્જરી ચાલી હતી અને હવે દર્દી સ્ટેબલ છે કોરોના હોવાથી પોઝિટિવ વોર્ડમાં જ શિફ્ટ કરાયા છે. મારા ધ્યાનમાં હોય તેવું આ પ્રથમ ઓપરેશન છે જેમાં દર્દીને એચઆઈવી અને કોરોના બંને પોઝિટિવ હોય અને મ્યુકરની સર્જરી થઈ હોય.

અન્ય સમાચારો પણ છે...