તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ડો. કેતન ભારથી સામે આરોગ્ય વિભાગે પણ તપાસના આદેશ કર્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રમ વિભાગે પરત સોંપી દેતા હવે આરોગ્ય વિભાગ તપાસશે નાડ
  • અનેક તપાસ કરી રહેલા વિભાગીય નાયબ નિયામકને વધુ એક તપાસ સોંપાઈ

રાજકોટમાં લાંચ લેતા સીસીટીવી ફૂટેજમાં રંગેહાથ પકડાયેલા ડો. કેતન ભારથીને સર્ટિફાઈંગ સર્જનના પદેથી હટાવી શ્રમ અને રોજગાર વિભાગે ફરીથી આરોગ્ય વિભાગને પરત કરી દીધા છે. આ અંગે હજુ તપાસ ચાલી રહી છે. ડો. ભારથી આરોગ્ય વિભાગમાં પરત આવતા હવે તેમને કઇ જગ્યાએ ફરજ સોંપવી તે અંગે વિચારણા ચાલી રહી હતી તે દરમિયાન આરોગ્ય વિભાગે પણ પોતાની સ્વતંત્ર તપાસ શરૂ કરવા નિર્ણય કર્યો છે.

જેથી સૌરાષ્ટ્રમાં અનેક તબીબો પરની તપાસ કરવા માટે જાણીતા વિભાગીય નાયબ નિયામક ડો.રૂપાલી મહેતાને વધુ એક તપાસ સોંપાઈ છે. ડો. કેતન ભારથીના લાંચ પ્રકરણમાં હવે ડો. રૂપાલી મહેતા તપાસ અહેવાલ તૈયાર કરીને આરોગ્ય વિભાગને મોકલશે. બીજી તરફ લાંચ ઉઘરાવવામાં સંડોવાયેલા વધુ એક શ્રમ અધિકારી કલ્પેશ પંડ્યાને પણ રાજકોટથી બદલી કરી વડી કચેરીમાં બેસાડી દેવાયા છે.

ડો. ભારથી સામે આ મુદ્દાની તપાસ જરૂરી

  • નોંધાયેલા જ કારખાનામાં જવાની ફરજ છતાં અનરજિસ્ટર્ડ કારખાનામાં ગયા
  • સર્ટિફાઈંગ સર્જન હોવા છતાં ફેક્ટરી ઈન્સ્પેક્ટરની જેમ ચેકિંગનો ડોળ કરી પૈસા લીધા
  • ત્રણ સિંહની આકૃતિ કે જે રાષ્ટ્રચિહ્ન છે તે સાથે પોતાના નામના વિઝિટિંગ કાર્ડ છપાવ્યા
  • છેલ્લા 9 વર્ષથી એક જ વિભાગમાં પ્રતિનિયુક્તિ છતા પગલાં નહિ
  • લોકડાઉન દરમિયાન ફેક્ટરીઓ બંધ હોવાથી સારવાર કરવાને બદલે રજાઓ ભોગવી
અન્ય સમાચારો પણ છે...