ઊઠાં ભણાવવા હવે ભારે પડશે!:ડૉ. આંબેડકર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પાસે ગુજરાત પંચાયત મંડળે 12 મુદ્દે ખુલાસો માગ્યો

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સેનિટરી ઇન્સ્પેક્ટરની ભરતીનો મુદ્દો હવે મસમોટું કૌભાંડ બહાર લાવશે, ગેરકાયદે ચલાવાતા કોર્સ ઉપરાંત વીસીની નિમણૂકમાં થયેલા ગોટાળા જાહેર થશે

અમદાવાદની ડૉ.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા કોર્સ ‘ડિપ્લોમા ઇન હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર’ યુજીસીના નિયમ પ્રમાણે ચાલતો ન હોય પરંતુ ગેરકાયદે ચલાવવામાં આવતો હોવા મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે તાજેતરમાં જ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે યુનિવર્સિટીને 12 મુદ્દાનો ખુલાસો પૂછતાં ફરી ખળભળાટ મચી ગયો છે.

અગાઉ ડૉ. આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રાર દ્વારા આટલા વર્ષ સુધી ઊંચી ફી લઈને ગેરકાયદે આ કોર્સ ચલાવવા અંગેનું કૌભાંડ પણ ‘દિવ્ય ભાસ્કરે’ ઉજાગર કર્યું હતું. આ અંગેના તમામ પુરાવાઓ પણ શિક્ષણમંત્રીને મોકલ્યા હતા પરંતુ શિક્ષણ વિભાગે હાલ આ સમગ્ર કૌભાંડ મામલે મૌન ધારણ કરી લીધું છે, પરંતુ પંચાયત બોર્ડે 12 મુદ્દે ખુલાસો પૂછતાં કૌભાંડ બહાર આવશે.

આ 12 મુદ્દે ખુલાસો પૂછાયો| SIના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ ટ્રેનિંગ ક્યા આપી તેમજ યુજીસીની માન્યતા હોય તો પુરાવો આપો
1ડૉ. આંબેડકર યુનિવર્સિટીને ડિસ્ટન્સ લર્નિંગ એજ્યુકેશન અન્વયે DHSIનો કોર્સ ચલાવવા યુજીસી ધ્વારા મંજૂરી મળેલ છે કે કેમ? તેની વિગતો પણ પૂરી પાડવા વિનંતી છે.
2આ કોર્સ ‘પેરામેડિકલ’ હોવાના સમર્થનમાં ગુજરાત યુનિવર્સિટી અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ દ્વારા આ કોર્સને ‘પેરામેડિકલ’ દર્શાવતા વેબસાઇટના સ્ક્રીનશોટ, માહિતી પત્ર, પુસ્તિકાના પાનાની નકલ રજૂ કરેલ છે. આપની યુનિવર્સિટીની વિગતવાર સ્પષ્ટતા મોકલી આપવા વિનંતી છે.
3 ડો.આંબેડકર યુનિવર્સિટી દ્વારા સદર કોર્સ બે સેમેસ્ટરમાં થાય છે, તથા બન્ને સેમેસ્ટરની અલગ અલગ ફી હોવાનું પણ જણાવેલ છે. પરંતુ Diploma in Health Sanitary inspectorના ડિપ્લોમા કોર્સનું પરિણામ સેમેસ્ટર વાઇઝ બહાર પાડેલ નથી.
4માત્ર એસાઇન્મેન્ટ સબમિશન આધારે ડિપ્લોમા/પ્રમાણપત્ર આપવામાં આવેલ છે, જેથી ડિપ્લોમા માન્ય નહીં રાખવા ઉમેદવારોએ રજૂઆત કરી છે. આ બાબતે સ્પષ્ટતા મોકલી આપવા વિનંતી છે.
5 Diploma in Health Sanitary inspectorના કોર્સ માટે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ ટ્રેનિંગ અપાય છે કે કેમ?
6 જો હા તો, કઇ જગ્યાએ અને કઇ રીતે આપવામાં આવે છે? તેની માહિતી પૂરી પાડવા વિનંતી છે.
7 આપની યુનિવર્સિટી દ્વારા ઉમેદવારો વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ ટ્રેનિંગમાં શું તાલીમ આપવામાં આવે છે? અને કઇ-કઇ એક્ટિવિટી કરાવવામાં આવે છે?
8 પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે કોલેજ/સંસ્થા પાસે શું સાધનો/વ્યવસ્થા છે.
9 પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવાથી ઉમેદવારોની કઇ Skill Develop થાય છે?
10ઉમેદવારોને ‘પ્રોજેક્ટ સ્ટડી/વર્ક’ કઇ રીતે કરાવવામાં
આવે છે? તેની વિગતો પૂરી પાડવા વિનંતી છે.
11) મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ દ્વારા બહાર પાડેલ હેલ્નોથ સેનિટરી ઇન્સ્પેક્ટરનો COMPETENCY BASED CURRICULUM ની નકલ આ સાથે સામેલ છે, જે અભ્યાસક્રમ મુજબ આપની યુનિવર્સિટી/કોલેજ દ્વારા ઉમેદવારને અપાતી પ્રેક્ટિકલ તાલીમથી ઉપરોક્ત અભ્યાસક્રમમાં જણાવ્યા મુજબ ઉમેદવારનું સ્કિલ ડેવલપમેન્ટ થાય છે કે કેમ? અને તે પ્રકારે સ્કિલ ડેવલપમેન્ટ કરવા માટે કઇ કઇ પ્રેક્ટિકલ તાલીમ ઉમેદવારોને આપની ઓપન યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે છે?
12આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પત્ર ક્રમાંક HFWD/MSM/e-file/7/2023/0798/G તા.02-03-2023ના પત્રથી જણાવ્યા મુજબ મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કર (પુ)ના જોબ ચાર્ટમાં દર્શાવ્યા પ્રમાણેની તાલીમ આ કોર્સના વિદ્યાર્થીઓને ક્યા આપવામાં આવી તે જણાવવા વિનંતી છે.

અન્ય સમાચારો પણ છે...