સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ગોઠવણીકાંડ:તબીબ સિન્ડિકેટ સભ્ય ડૉ. કોઠારીની ભલામણના સ્ક્રીન શોટ વાઇરલ થયા, ફિઝિક્સ ભવનમાં બે ઉમેદવારને ગોઠવવા મેસેજ કર્યો હતો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડો. કોઠારીએ કરેલી ભલામણનો પુરાવો. - Divya Bhaskar
ડો. કોઠારીએ કરેલી ભલામણનો પુરાવો.
  • ઇન્ટરવ્યૂના એક દિવસ અગાઉ મેસેજ કરી ગોઠવણ કરી હતી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં ગોઠવણીકાંડ રાજ્યભરમાં વિવાદિત બન્યો છે અને એક પછી એક સિન્ડિકેટ સભ્યો ખુલ્લા પડી રહ્યા છે, હવે યુનિવર્સિટીના સિનિયર સિન્ડિકેટ સભ્ય ડૉ. ભાવિન કોઠારીના પણ ભલામણના સ્ક્રીનશોટ બહાર આવતા વધુ એક ભલામણકાંડ ખુલ્લો પડી ગયો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - ફાઇલ તસવીર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - ફાઇલ તસવીર

ડૉ. ભાવિન કોઠારીએ 29મી સપ્ટેમ્બરે ફિઝિક્સ ભવનમાં ઈન્ટરવ્યૂ પ્રક્રિયાના એક દિવસ અગાઉ જ આ ભાજપના ગ્રૂપમાં બે ઉમેદવારની ભલામણ કરી હતી જેમાં એક દેવિત ધ્રુવ અને બીજા ચિંતન પંચાસરા નામના બંનેને કરાર આધારિત ભરતી પ્રક્રિયામાં સિલેક્ટ કરવા ભલામણ કરી હોવાના સ્ક્રીનશોટ ફરતા થયા છે. યુનિવર્સિટીમાં નિમ્નકક્ષાના રાજકારણને કારણે જ વિશ્વ વિદ્યાલય ગણાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નેક દ્વારા ‘બી’ ગ્રેડ પ્રાપ્ત થયો છે.

આ ઉપરાંત સતત ચાર-ચાર ટર્મથી સિન્ડિકેટ સભ્ય તરીકે ચૂંટણી વિના જ ભાજપ-કોંગ્રેસની આપસી સમજૂતીથી ચૂંટાઈ આવતા સિન્ડિકેટ સભ્યો જુદા જુદા ભવનોમાં પણ પોતાના જ પુત્ર, પુત્રી, પત્ની, ભત્રીજી અને અન્ય સગાને જ ગોઠવવાના મામકાવાદનો પર્દાફાશ થતા આખી ભરતી પ્રક્રિયા જ રદ કરી છે, પરંતુ અત્યાર સુધી જેઓનું ક્યાંય નામ આવ્યું ન હતું એવા સિનિયર સિન્ડિકેટ સભ્ય ડૉ. ભાવિન કોઠારીએ પણ ઈન્ટરવ્યૂના એક દિવસ પહેલા જ બીજેપીના ગ્રૂપમાં ફિઝિક્સ ભવનમાં પોતાના બે ઉમેદવારને ગોઠવવા ભલામણ કર્યાના સ્ક્રીનશોટ ફરતા થતા ફરી વિવાદ સર્જાયો છે.

ભરતી રદ થતા અનેક કાબેલ અધ્યાપકો રઝળ્યા
યુનિવર્સિટીના સત્તામંડળના સભ્યો ગણાતા સિન્ડિકેટ સભ્યોના માનીતાઓની ગોઠવણી કરવાના વિવાદમાં આખરે આખી ભરતી પ્રક્રિયા જ રદ કરી દેવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા રદ થવાને કારણે સુકા પાછળ લીલું પણ બળ્યું હોય એમ જુદા જુદા ભવનમાં એવા કાબેલ અને ક્વોલિફાઈડ અધ્યાપકોની પણ ભરતી થઇ શકી નથી.

અન્ય સમાચારો પણ છે...