• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Dr. In Rajkot. Shyamaprasad Mukherjee Art Gallery Hosted An Exhibition Of 30 Paintings Depicting Nature Scenes Made In Acrylic And Oil Colors.

પ્રદર્શન:રાજકોટમાં ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે એક્રેલિક અને ઓઇલ કલરથી નિર્મિત પ્રકૃતિના દૃશ્યો વર્ણવતા 30 ચિત્રોનું પ્રદર્શન યોજાયું

રાજકોટએક મહિનો પહેલા
જીવ સૃષ્ટિ બચાવવા સંદેશ આપતા ચિત્રો તૈયાર કરવામાં આવ્યા ​​​​​​​
  • નિવૃત આર્ટ શિક્ષક નવનીત રાઠોડ દ્વારાદરેક ચિત્રમાં વૃક્ષો જતન સાથે સાથે જીવ સૃષ્ટિ બચાવવા અનોખો સંદેશ આપવામાં આવ્યો છે

રાજકોટના રેસકોર્ષ ખાતે આવેલ ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે નિવૃત આર્ટ શિક્ષક અને ચિત્રકાર નવનીત રાઠોડ દ્વારા એક્રેલિક અને ઓઇલ કલરના ઉપયોગથી બનાવવામાં આવેલ અલગ અલગ 30 જેટલા ચિત્રોનું પ્રદર્શન રાખવામાં આવેલ છે. આજથી શરૂ થયેલ આ પ્રદર્શન 20 ડિસેમ્બર સુધી એટલે કે 4 દિવસ ચાલનાર છે. ચિત્રોની વિશેષતા એ છે કે દરેક ચિત્રમાં કોઈને કોઈ રીતે વૃક્ષો જતન કરતો અને પર્યાવરણ બચાવવા સંદેશ આપવામાં આવી રહ્યો છે.

દરેક ચિત્રમાં વૃક્ષોના જતન સાથે સાથે જીવ સૃષ્ટિ બચાવવાનો સંદેશ
બાળપણથી જ ચિત્રો બનાવવા રુચિ ધરાવતા અને 40 વર્ષથી ચિત્રોને જ પોતાની દુનિયા બનાવનાર ચિત્રકાર નવનીત રાઠોડ દ્વારા રાજકોટમાં બીજી વખત આજથી 4 દિવસ માટે અલગ અલગ 30 ચિત્રોના પ્રદર્શનનું આયોજન જાહેર જનતા માટે કરવામાં આવ્યું છે. પ્રદર્શનમાં મુકવામાં આવેલ દરેક ચિત્રમાં વૃક્ષોના જતન સાથે જીવ સૃષ્ટિ બચાવવા અનોખો સંદેશ આપવામાં આવી રહ્યો છે.

ચિત્રમાં વૃક્ષોના જતન સાથે અનોખો સંદેશ આપવામાં આવ્યો
ચિત્રમાં વૃક્ષોના જતન સાથે અનોખો સંદેશ આપવામાં આવ્યો

તમામ ચિત્રો એક્રેલિક અને ઓઇલ કલરમાં તૈયાર કરવામાં આવ્યા
ચિત્રકાર નવનીત રાઠોડે જણાવ્યું હતું કે આ તમામ ચિત્રો એક્રેલિક અને ઓઇલ કલરમાં તૈયાર કરવામાં આવ્યા છે. એક ચિત્ર બનાવવા પાછળ 10 થી 15 દિવસ જેટલો સમય લાગતો હોય છે અને ચાર થી પાંચ લેયરમાં કલર કામ કરી ચિત્ર તૈયાર કરવામાં આવે છે જેથી આ ચિત્રોનું આયુસ્ય પણ સામાન્ય કલર થી તૈયાર કરેલ ચિત્ર કરતા વધારે હોય છે અંદાજે 100 વર્ષ સુધી આ ચિત્રો એમના એમ રહેતા હોય છે.

નિવૃત આર્ટ શિક્ષક અને ચિત્રકાર નવનીત રાઠોડ
નિવૃત આર્ટ શિક્ષક અને ચિત્રકાર નવનીત રાઠોડ

વૃક્ષો સાથે જીવ સૃષ્ટિનો નાતો છે
વધુમાં તેમને જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા કોરોનાની બીજી ઘાતક લહેર દરમિયાન ઓક્સિજનની અછત જોવા મળી હતી અને વૃક્ષોનું મહત્વ લોકોને સમજાયું હતું ત્યારે વૃક્ષો સાથે જીવ સૃષ્ટિનો નાતો રહેલો છે માટે દરેક ચિત્રમાં વૃક્ષોનું જતન કરવા અને જીવ સૃષ્ટિ બચાવવા સંદેશ આપતા ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે જે ખુબ જ લોકોને આકર્ષિત કરી રહ્યા છે.

જીવ સૃષ્ટિ બચાવવા સંદેશ આપતા ચિત્રો તૈયાર કરવામાં આવ્યા
જીવ સૃષ્ટિ બચાવવા સંદેશ આપતા ચિત્રો તૈયાર કરવામાં આવ્યા

1983માં આર્ટ ટીચર્સ ડીપ્લોમાની પદવી મેળવી
ઉલ્લેખનીય છે કે નવનીત રાઠોડ અમદાવાદમાં આવેલી શેઠ સી.એન.કોલેજ ઓફ ફાઇન આર્ટસમાંથી 1982માં ડીપ્લોમાં ડ્રોઇંગ એન્ડ પેઇન્ટીંગ તેમજ 1983માં આર્ટ ટીચર્સ ડીપ્લોમાની પદવી મેળવેલ છે. અભ્યાસ બાદ તુરંત રાજકા ડીઝાઇન પ્રા.લી.માં કલાકાર ડિઝાઇનર તરીકે અમદાવાદમાં નોકરીમાં જોડાય હતા. ત્યારબાદ રાજકોટની નામાંકિત સૌરાષ્ટ્ર હાઇસ્કુલમાં 1990માં કલા શિક્ષક તરીકે નોકરીમાં જોડાયા હતા. તેઓના માર્ગદર્શન હેઠળ શાળાના અનેક વિદ્યાર્થીઓ ફાઇન આર્ટસ કોલેજમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...