તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આમાં કેમ વેક્સિનેશનને વેગ મળશે:રાજકોટમાં 50 હજાર કોવિશિલ્ડ રસીના ડોઝ આવ્યા પણ વેક્સિન લેવા લોકોની લાંબી કતાર ખૂટતી નથી, લોકોને કલાકો સુધી રાહ જોવી પડે છે

રાજકોટ3 મહિનો પહેલા
  • ધીમા વેક્સિનેશનને કારણે એ લક્ષ્યાંક કઈ રીતે પૂર્ણ થશે

સમગ્ર રાજકોટને રસીનો જથ્થો નથી મળી રહે તે માટે આજે શહેરમાં કોવિશિલ્ડ રસીના 50,000 ડોઝ મોકલવામાં આવ્યા છે. પરંતુ વહેલી સવારથી શહેરના આકાશવાણી ચોક ખાતે વેક્સિન લેવા લોકોની લાંબી કતાર ખૂટતી નથી. અને કલાકો સુધી લોકોને રાહ જોવી પડે છે. તો ઘણા નાગરિકોએ લાઈનમાં ઊભા હોવા છતાં વેક્સિન માટે ટોકન ન મળતું હોવાની પરેશાની અનુભવી રહ્યા છે.

ધીમા વેક્સિનેશનને કારણે એ લક્ષ્યાંક કઈ રીતે પૂર્ણ થશે !
આ અંગે વાત કરતા મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યુ હતું કે,ગુજરાત રાજ્યમાં કોરોના સામે રક્ષણ આપવા માટે 10 જિલ્લામાં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે,જેમાં રાજકોટ જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે,ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોવિન પોર્ટલ પર અપોઇન્મેન્ટ માટે દરરોજ સવારે 10 વાગે પોર્ટલ પર સ્લોટ ઓપન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, શહેરમાં હાલ કુલ 49 કેન્દ્ર પર રસીકરણ અભીયાન ચાલી રહ્યું છે,દરેક કેન્દ્ર પર 10 વર્ષથી 45 વર્ષના લોકો માટે 100 ડોઝ અને 45 થી વધુ ની ઉંમરના લોકો માટે 200 ડોઝ એમ કુલ એક કેન્દ્ર પર 300 ડોઝ આપવામાં આવી રહ્યાં છે. જેમાં 18 થી 44 વર્ષના 10 હજાર અને 44થી વધુ ઉંમરના 7 હજાર લોકોને રસી આપવાનો લક્ષ્યાંક મનપા દ્વાર નિર્ધારિત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ લાંબી કતારો અને ધીમા વેક્સિનેશનને કારણે એ લક્ષ્યાંક કઈ રીતે પૂર્ણ થશે એ તો મનપા જ જાણે.

મેયર ડો.પ્રદીપ ડવ
મેયર ડો.પ્રદીપ ડવ

લોકોને આમ-તેમ ધક્કા ખાવાનો વખત આવ્યો
રાજકોટમાં 3 દિવસ પહેલા વેક્સિન લેવા માટે ગયેલા અશોકભાઇએ જણાવ્યું હતું કે, રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તેમને સવારે 9થી 12 વાગ્યાના સમયમાં પ્રથમ ડોઝ લેવાનો હતો. જોકે ત્યાં પહોંચતા વેક્સિન ન હોવાનું કહેવામાં આવ્યું હતું. જે બાદ રિ-શિડ્યુલ કરાવવામાં આવ્યું છતાં વેક્સિન મળી નહોતી. જેમાં તેમની સાથે કેન્દ્ર પર અન્ય પણ 50 જેટલા લોકો હતા જેમને પણ વેક્સિન ન મળી હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે લોકો વેક્સિન લેવા જાગૃત થયા છે તો આ સમયે વેક્સિનનો જથ્થો પૂરતો ન હોવાથી લોકો આમ-તેમ ધક્કા ખાવાનો વખત આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...