અનરાધાર:6 ઇંચ વરસાદથી ગોંડલ જળબંબાકાર, વાસાવડની નદીમાં ઘોડાપૂર, જામવાડીમાં મકાન પર વીજળી પડી, વોકળામાં કાર ફસાઈ ગઈ

ગોંડલ3 મહિનો પહેલા
ગોંડલમાં ઠેર ઠેર પાણી ભરાયા.
  • ગોંડલ, કોટડાસાંગાણી, આટકોટ, જસદણ સહિતના પંથકમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો

હવામાન વિભાગની આગાહી મુજબ આજ સવારથી જ રાજકોટ જિલ્લામાં મેઘરાજાએ મંડાણ માંડ્યા છે. બપોર બાદ સમગ્ર જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગોંડલના વાસાવડ ગામે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર 6 ઇંચ વરસાદ વરસતા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. વાસાવડ ગામ પાસેથી નદી ગાંડીતૂર બની છે. વાસાવડી નદીનાં પુલ પરથી પાણી વહી રહ્યું છે. જામવાડી ગામમાં મકાન પર વીજળી પડી છે. જોકે કોઇ જાનહાનિ થઇ નથી.આ ઉપરાંત શહેરના અંડર બ્રિજમાં પાણી ભરાયા હતા. જેને પગલે ખોડિયાર નગરના વોકળામાં આંખે આખી કાર ફસાઈ ગઈ હતી.

ખોડિયાર નગરના વોકળામાં આંખે આખી કાર ફસાઈ ગઈ
ખોડિયાર નગરના વોકળામાં આંખે આખી કાર ફસાઈ ગઈ
ગોંડલના રસ્તા નદીમાં ફેરવાયા.
ગોંડલના રસ્તા નદીમાં ફેરવાયા.
ગોંડલમાં ધોધમાર વરસાદ.
ગોંડલમાં ધોધમાર વરસાદ.

ગોંડલમાં પણ ધોધમાર વરસાદ
ગોંડલમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આથી રસ્તાઓ પાણી પાણી થયા છે. ગોંડલ, કોટડાસાંગાણી, આટકોટ, જસદણ સહિતના પંથકમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે.ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, જ્યારે શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગોંડલના દેરડીકુંભાજી, મેતા ખંભાળિયા, કેશવાળા, મોવિયા, શ્રીનાથગઢ, વાસાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને લઈ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે.

ગોંડલમાં જળબંબાકારની સ્થિતિ.
ગોંડલમાં જળબંબાકારની સ્થિતિ.
વાસાવડમાં નદીમાં ઘોડાપૂર આવ્યું.
વાસાવડમાં નદીમાં ઘોડાપૂર આવ્યું.

ગોંડલ શહેર પાણી પાણી
ધોધમાર વરસાદથી ગોંડલ શહેર પાણી પાણી થઇ ગયું છે. ભારે વરસાદને કારણે શહેર જળબંબાકાર થયાની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રસ્તાઓ પર નદીની જેમ પાણી વહી રહ્યું છે.

ગોંડલમાં અનરાધાર.
ગોંડલમાં અનરાધાર.
રસ્તા પર નદીની જેમ પાણી વહ્યું.
રસ્તા પર નદીની જેમ પાણી વહ્યું.

જસદણ પંથકમાં બપોર બાદ વરસાદનો બીજો રાઉન્ડ
જસદણ પંથકમાં સવારે દોઢ ઇંચ વરસાદ પડ્યા બાદ બપોર બાદ પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આટકોટમાં બપોર બાદ પણ વરસાદનો બીજો રાઉન્ડ આવ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા.

શહેરના રસ્તા પાણી પાણી.
શહેરના રસ્તા પાણી પાણી.

જસદણ પંથકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો
રાજકોટ જિલ્લામાં આજે ત્રીજા દિવસે સવારથી જ મેઘરાજાએ મંડાણ માંડ્યાં છે. જસદણ પંથકમાં આજે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. એક કલાકમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. જસદણના આટકોટ, પાંચવડા, ખારચિયા, જંગવડ, જીવાપર, ગુંદાળા, વીરનગર સહિતનાં ગામોમાં ભારે વરસાદ વરસ્યો હતો.

ગોંડલમાં કેડસમા પાણી ભરાયા.
ગોંડલમાં કેડસમા પાણી ભરાયા.

(દેવાંગ ભોજાણી અને હિમાંશુ પુરોહિત, ગોંડલ)