તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:બપોર સુધીમાં 1 કેસ, મોત શૂન્ય, આજથી દુકાનો રાતના 9 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે, CPનું જાહેરનામું

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • રાજકોટ શહેરમાં બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 2382 લોકોએ કોરોના વેક્સિન લીધી

રાજકોટમાં કોરોના ખોખલો થયો હોય તેમ સરકારી આંકડા પરથી જાણવા મળ્યું છે. ગઇકાલે રાજકોટમાં બપોર સુધીમાં એક પણ કેસ નોંધાયો નહોતો. બાદમાં બપોરથી સાંજ સુધીમાં 6 કેસ જ નોંધાયા હતા. આજે બપોર સુધીમાં 1 કેસ નોંધાયો છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે નવું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં આજથી નવા જાહેરનામાનો અમલ કરવામાં આવશે. દુકાનો રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. રાજકોટ શહેરમાં બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 2382 લોકોએ કોરોના વેક્સિન લીધી છે.

વેક્સિન અંગ પોલીસે 18 ટીમ બનાવી
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ પોલીસ અને મનપાની સંયુક્ત જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ બનાવવામાં આવી છે. જેમાં 18 ટીમની નિયુક્તિ કરાઇ છે. આ ટીમો દ્વારા શહેરમાં લારી, ગલ્લા, ઓટોરિક્ષા, ડિલિવરી બોય, શાક માર્કેટમાં વધુમાં વધુ વેક્સિન લેવડાવવામાં આવે અને વેક્સિન લેવાથી થતા ફાયદાઓ બાબતે સમજાવી વેક્સિન લેવડાવી સુરક્ષિત બનાવવા માટે એક મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ગલ્લાવાળા 3821, શાકમાર્કેટ તથા અન્ય ધંધાર્થીઓ 4,723, હોમ ડિલિવરી બોય 384, ઓટોરિક્ષા ડ્રાઇવર 1381 સહિત કુલ 10309 વ્યક્તિને વેક્સિન આપવામાં આવી છે.

રાત્રિ કર્ફ્યુનો સમય રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી
પોલીસ કમિશનરે જાહેર કરેલા જાહેરનામામાં જણાવ્યું છે કે આજથી હવે રાત્રિ કર્ફ્યુ રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી રહેશે. તમામ શહેરીનોને વેક્સિન અવશ્ય લઇ લેવા પોલીસ કમિશનરે અપીલ કરી છે. શહેરમાં હાલ કુલ કેસની સંખ્યા 42684 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 220 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 29 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

જિલ્લામાં કુલ કેસની સંખ્યા 14890 પર પહોંચી
રાજકોટ શહેરમાં શુક્રવારે 29 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને રજા આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ જૂદા-જૂદા ગામોમાં 936 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી માત્ર 2 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 14890 કેસ નોંધાયા છે. હાલ 33 એક્ટિવ કેસ છે.

અન્ય સમાચારો પણ છે...