આયોજન:વાંકાનેર પાસે ડબલ ટ્રેકના કામથી બે ટ્રેન રદ, 6 ટ્રેનનો સમય બદલાશે

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આજથી 26 ઓક્ટોબર સુધી ટ્રેન વ્યવહાર પ્રભાવિત રહેશે

રાજકોટ ડિવિઝનના વાંકાનેર-દલડી સ્ટેશન વચ્ચે ડબલ ટ્રેકની કામગીરીને કારણે ડિવિઝનની 6 ટ્રેન પ્રભાવિત થશે. જેમાં બે ટ્રેન રદ કરવામાં આવી છે. ચાર ટ્રેન તેના નિયત સમય કરતા મોડી ઉપડશે અથવા તો મોડી પહોંચશે. આજથી શરૂ કરીને 26 ઓક્ટોબર સુધી બદલાવ રહેશે. ડબલ ટ્રેકિંગ કામગીરીને કારણે 14 થી 26 ઓક્ટોબર જામનગર-વડોદરા ઇન્ટરસિટી સ્પેશિયલ ટ્રેન અને 13 થી 25 ઓક્ટોબર 2021 સુધી ટ્રેન નંબર 02959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી સ્પેશિયલ રદ રહેશે.

આ સિવાય ટ્રેન નંબર 09069 ઓખા-વારાણસી સ્પેશિયલ ટ્રેન તા.14 અને 21 ઓક્ટોબરના રોજ રિ-શિડ્યૂલ કરવામાં આવી છે. એટલે કે આ ટ્રેન ઓખાથી 2:20 કલાકના વિલંબ સાથે 16:25 વાગ્યે ઉપડશે. જ્યારે ગોરખપુર- ઓખા સ્પેશિયલ, રિવા-રાજકોટ સ્પેશિયલ, તુતીકોરિન-ઓખા સ્પેશિયલ ટ્રેન, ગોરખપુર -ઓખા સ્પેશિયલ ટ્રેન, જામનગર - બાંદ્રા ટર્મિનસ હમસફર તેના નિયત સમય કરતા મોડી રહેશે. તા.15 ઓક્ટોબરના રોજ ટ્રેન નંબર 05045 ગોરખપુર-ઓખા સ્પેશિયલ માર્ગમાં 30 મિનિટ રેગ્યુલેટ રહેશે.

19 ઓક્ટોબર ના રોજ ટ્રેન નંબર 09238 રિવા-રાજકોટ સ્પેશિયલ માર્ગમાં 40 મિનિટ, 19 ઓક્ટોબરે ટ્રેન નંબર 09567 તુતીકોરિન-ઓખા સ્પેશિયલ ટ્રેન માર્ગમાં એક કલાક રેગ્યુલેટ રહેશે. 22 ઓક્ટોબરે ટ્રેન નંબર 05045 ગોરખપુર-ઓખા સ્પેશિયલ ટ્રેન માર્ગમાં 1 કલાક 20 મિનિટ રેગ્યુલેટ રહેશે. 22 ઓક્ટોબરના રોજ ટ્રેન નંબર 09124 જામનગર - બાંદ્રા ટર્મિનસ હમસફર માર્ગમાં 10 મિનિટ રેગ્યુલેટ રહેશે.

રાજકોટ-સિકંદરાબાદના રૂટમાં બદલાવ
રાજકોટ અને સિકંદરાબાદ વચ્ચે ચાલતી ટ્રેન આંશિક રૂપથી પરિવર્તિત માર્ગ પર ચાલશે. તા. 18, 20, 21, 25 અને 27 ઓક્ટોબર સુધી રાજકોટથી ઉપડતી આ ટ્રેનનો જે માર્ગ છે તે બદલાયો છે. આ ટ્રેનનો રેગ્યુલર રૂટ વાયા-પુણે દૌડ- સોલાપુરના બદલે પરિવર્તિત માર્ગથી પુણે- મિરજ, કુરડુવાડી, સોલાપુર થઇને ચાલશે. બન્ને ટ્રેન પરિવર્તિત માર્ગ પર ચાલતી હોવાને કારણે દૌડ સ્ટેશન પર જશે નહિ.

અન્ય સમાચારો પણ છે...