તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વધુ એક બેદરકારી:રાજકોટની દોશી હોસ્પિટલે કોરોનાથી મૃત્યુ પામેલા વૃદ્ધાનો મૃતદેહ PPE કીટ વગર પરિવારને સોંપ્યો, સ્મશાનમાં ડેથસર્ટિફિકેટ ચકાસતા ભાંડો ફૂટ્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક વૃદ્ધાની તસવીર - Divya Bhaskar
મૃતક વૃદ્ધાની તસવીર

રાજકોટમાં વધુ એક હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. હોસ્પિટલ સ્ટાફ દ્વારા કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ થયા બાદ પરિવારને PPE કીટ વગર મૃતદેહ સોંપવામાં આવ્યો હતો અને એ જ મૃતદેહ લઇ સ્વજનો ઘરે પહોંચ્યા હતા. જો કે બાદમાં સ્મશાન પહોંચતા દર્દીનું કોરોનાથી મોત થયા હોવાનું કહેતા પરિવારજનોને હોસ્પિટલની ભૂલ માલુમ પડી હતી.

ડેથ સર્ટિફિકેટ
ડેથ સર્ટિફિકેટ

પ્રાપ્ત વિગત મુજબ પુષ્પાબેન રાણપરા નામના વૃદ્ધાને 3 મેના રોજ રાજકોટની દોશી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનો સિટીસ્કેન રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેના આધારે સારવાર કરવામાં આવી હતી. જો કે આ સમયે વૃધ્ધાનું સોડિયમ અને પોટેશિયમ લેવલ ઓછું હતું અને તેમની સારવાર ચાલતી હતી. જે બાદ ઓક્સિજન ઘટતા ICU વોર્ડમાં અને ત્યારબાદ બેનતી પર સારવાર આપવામાં આવતી હતી. દરમિયાન બપોરના સમયે મૃત્યુ થતા પરિવારને બોલાવી ડેથ સર્ટિફિકેટ અનેં વૃધ્ધાનો મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો.

મૃતકની ફાઇલ તસવીર
મૃતકની ફાઇલ તસવીર

પરિવારજનો મૃતદેહ લઇ હોસ્પિટલથી ઘરે પહોંચી ગયા હતા અને જે બાદ ઘરે અંતિમસંસ્કાર કરતા પહેલાની ધાર્મિક વિધિ પણ કરી હતી અને બાદમાં સ્મશાન ખાતે પહોંચતા મહિલાનું ડેથ સર્ટિફિકેટ ચકાસતા સ્મશાન સંચાલકે મૃતદેહ કોવિડનો હોવાનું કહેતા પરિવારજનોને હોસ્પિટલની બેદરકારી માલુમ થઇ હતી. જો કે આ સમયે મૃતદેહને PPE કીટ પણ પહેરાવવામાં આવી ન હતી અને સીધો જ મૃતદેહ પરિવારને સોંપી ગંભીર બેદરકારી દાખવી હતી.

સ્મશાન ખાતે ફરજ બજાવનાર કર્મીએ તમામ લોકોને મૃતદેહ કોરોના સંક્રમિત હોવાનું કહેતા પરિજનોના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. સ્મશાન કર્મીના કહેવાના કારણે મૃતક પુષ્પાબેનનો મૃતદેહ દોશી હોસ્પિટલ ખાતે પાછો લાવવામાં આવ્યો હતો. મૃતદેહ પાછો આવતા હોસ્પિટલ તંત્ર પણ ક્ષોભમાં મુકાયું હતું. કારણકે હોસ્પિટલ તંત્રની ભૂલના કારણે અનેક માનવીય જિંદગી કોરોના શિકાર બની શકે તેમ છે. કોવિડ 19ની ગાઇડ લાઈન મુજબ કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ થાય તો મૃતદેહને તેના પરિજનો ને સોંપવાની જગ્યાએ હોસ્પિટલથી સીધે સ્મશાન ખાતે લઇ જવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...