તંત્ર એલર્ટ:નગરપાલિકાના સિટી વિસ્તારમાં ડોર ટુ ડોર વેક્સિનેશનની કામગીરી

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 100 ટકા વેક્સિનેશન પૂર્ણ કરવા વધુ 20 ટીમની ફાળવણી

રાજકોટ જિલ્લાના તમામ ગામડાઓમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ કરવા તંત્ર એલર્ટ થયું છે. નગરપાલિકાના સિટી વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ વેક્સિનેશન માટે આરોગ્ય વિભાગ દ્વારા વધુ 70 ટીમનો વધારો કરવામાં આવ્યો છે. જિલ્લાના 50 જેટલા ગામો હજુ 100 ટકા વેક્સિનેશન થવામાં બાકી છે. લાંબા સમયથી વેક્સિનેશન છતાં લોકો પહેલો ડોઝ લેવામાં પણ બાકી છે. રસીનો પૂરતો જથ્થો હોવા હોવા છતાં લોકો વેક્સિન લેવા તૈયાર નથી.

ત્યારે ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા બાકી રહેલા ગામો માટે વધારાની આરોગ્ય ટીમો કામે લાગી છે. જેના થકી હાઉસ ટુ હાઉસ, વાડી વિસ્તારમાં જઈને તેમજ દિવ્યાંગ કે અશક્ત લોકોને વેક્સિન આપવાની કામગીરી કરાઇ રહી છે. છાસિયા, મોવિયા, મેવાસા સહિતના ગામમાં રાત સુધી વેક્સિનેશન ચાલુ રખાયું છે. જ્યારે ધોરાજી નગરપાલિકા, જેતપુર નગરપાલિકા, ગોંડલ નગરપાલિકા સહિતની ન.પા.માં વધુ 70 ટીમ ફાળવાઇ છે.

મોટાભાગના ગામમાં રાત્રે પણ ટીમો દોડાવાઇ
ગામના આગેવાનો, સરપંચોની મદદ લેવામાં આવી રહી છે. ગામમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકો વેક્સિન લેવામાં બાકી હોય તેને ઘરે- ઘરે જઈને તેમજ વાડી વિસ્તારમાં કામ અર્થે ખેતરે ગયેલા રાતે ઘરે આવતા ખેતમજૂરોને રસી અપાઇ રહી છે. કારણ કે, ગામડામાં મોટાભાગના લોકો રાત્રે જ હાજર રહેતા હોવાથી કેટલાક ગામોમાં રાત્રે 10 થી 11 વાગ્યા સુધી વેક્સિનેશન કામગીરી ચાલુ રાખવામાં આવે છે. - ડૉ.મિતેશ ભંડેરી, આર.સી.એચ.ઓ

અન્ય સમાચારો પણ છે...