હાલ જીએસટીના દરોડા અને સર્ચ ઓપરેશનની કામગરીનો વેપારીઓએ વિરોધ કર્યો છે. સર્ચ ઓપરેશનની કામગીરી વેપારીઓના હિતમાં કરવા માગણી ઊઠી છે. આ અંગે ફેડરેશન ઓફ સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વેપારીઓએ જણાવ્યું છે કે, ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર સામે કાર્યવાહી યોગ્ય પણ સાચા વેપારીઓને પરેશાન ન કરો.
વધુમાં વેપારીઓએ જણાવ્યું છે કે, ફેડરેશન ઓફ સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગના પ્રશ્નોને વાચા હર હંમેશા આપી છે. તાજેતરમાં જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ ટીમો બનાવી પોલીસને સાથે રાખી અલગ અલગ શહેરોમાં વેપાર ઉદ્યોગ પર દરોડા સર્ચ અને સરવે કરવામાં આવી રહ્યાં છે.
આ સમગ્ર પ્રક્રિયામાં વેપારીઓને મુશ્કેલી પડી રહી છે ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ પણ જાતની જાણ કર્યા વગર નોટિસ આપ્યા વિના વહેલી સવારમાં ઘરે જઈને દરોડાની કાર્યવાહી કરવામાં આવે છે, આ હેરાનગતિથી વેપારીઓને મુશ્કેલી ભોગવવી પડે છે જેથી વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે.
જે ઉદ્યોગકારો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે એની સામે યોગ્ય કાર્યવાહી જરૂરી છે અને જે નિયમોને ધ્યાનમાં રાખી સાચી રીતે વેપાર કરે છે એને ખોટી રીતે હેરાન ન કરવા જોઈએ. વેપારીઓના હિતને ધ્યાને રાખી તાત્કાલિક અસરથી અધિકારીઓને યોગ્ય સૂચના આપી તેની કડક રીતે અમલવારી કરવા રજૂઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.