DB રિયાલિટી ચેક:રાજકોટમાં બસપોર્ટ કોરોનાપોર્ટ બને તો નવાઇ નહીં, STના ડ્રાઈવરો-કંડક્ટરો અને મુસાફરો શહેરમાં કોરોના છે જ નહીં તે રીતે ફરે છે

રાજકોટ6 મહિનો પહેલા
  • ગઈકાલે 141 પોઝિટિવ કેસ નોંધાયા છતાં બસપોર્ટ પર કોઈને માસ્ક પહેરવું જરૂરી ન લાગ્યું
  • બીજી લહેર જેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે તંત્ર અને લોકોએ સાવચેત થવું જરૂરી

રાજકોટ શહેરમાં મંગળવારે કોરોનના 36 કેસ નોંધાયા બાદ ગઈકાલે બીજા દિવસે માત્ર 24 કલાકમાં ચાર ગણા ઉછાળા સાથે 141 કેસ નોંધાયા હતા. જોકે આમ છતાં પણ હજુ રાજકોટના બસપોર્ટ ખાતે કોવિડ ગાઇડલાઇનનો ઉલાળિયો થતો હોવાના દૃશ્યો સામે આવ્યા છે. બસપોર્ટ ખાતે સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હતા તો બીજી તરફ કર્મચારીઓ અને મુસાફરો સહિત મોટાભાગના લોકો માસ્ક પહેર્યા વગર જોવા મળ્યા હતા. એસટીના ડ્રાઈવરો-કન્ડક્ટરો અને મુસાફરો શહેરમાં કોરોના છે નહીં તેવી રીતે બસપોર્ટમાં ફરી રહ્યા છે.

એરપોર્ટ પર પણ પેસેન્જરનો મેળો જામ્યો
હાલ રાજકોટના એરપોર્ટ પર પણ પેસેન્જરનો મેળો જામ્યો છે. જ્યાં તમામ પેસેન્જરોને સીક્યોરિટીમાં બેસાડવામાં આવ્યા છે. હાલ ખરાબ હવામાનને પગલે એરપોર્ટમાં આવતી જતી તમામ ફલાઇટ 4 થી 5 કલાક મોડી ચાલી રહી છે. મુંબઇ, દિલ્હી અને હૈદ્રાબાદ સહિતના પેસેન્જરોનો મેળાવડો જામ્યો છે. હાલ એરપોર્ટ ઓથોરોટીના કોઈ ચોક્કસ જવાબ ન મળતા પેસેન્જરો મુશ્કેલીમાં મુકાયા છે. એકબાજુ કોરોના સંક્રમણ અને બીજી બાજુ એરપોર્ટમાં મેળા જેવો માહોલ થતા સંક્ર્મણ ફેલાવવાની શક્યતા વધી રહી છે.

એરપોર્ટમાં મેળા જેવો માહોલ થતા સંક્ર્મણ ફેલાવવાની શક્યતા
એરપોર્ટમાં મેળા જેવો માહોલ થતા સંક્ર્મણ ફેલાવવાની શક્યતા

આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં ચાર ગણા ઉછાળા સાથે ગઈકાલે 141 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. જોકે કોરોના કેસની સંખ્યા વધવા છતાં લોકો હજુ પણ બેદરકારી દાખવી ખુલ્લેઆમ કોવિડ ગાઇડલાઇનનો ઉલાળિયો કરી માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું ભૂલી રહ્યા છે.

લોકો સોશિયલ ડિસ્ટન્સનો નિયમ ભૂલ્યા.
લોકો સોશિયલ ડિસ્ટન્સનો નિયમ ભૂલ્યા.
એસટી વિભાગના કર્મચારીઓ માસ્ક પહેર્યા વગર કેમેરામાં કેદ થયા
એસટી વિભાગના કર્મચારીઓ માસ્ક પહેર્યા વગર કેમેરામાં કેદ થયા

લોકોએ સાવચેત થવું જરૂરી છે
રાજકોટ એસટી બસપોર્ટ ખાતે ચેક કરતા કોરોના વિસ્ફોટક દૃશ્યો સામે આવ્યા હતા. જે દૃશ્યો જોતા એસટી બસપોર્ટ કોરોના વિસ્ફોટ માટેનું સ્થળ હોય તેવું લાગી રહ્યું છે. એસટી બસપોર્ટ ખાતે મુસાફરોની ભીડ તો જોવા મળી હતી. પરંતુ સાથે સાથે કોઈ પણ જગ્યાએ ન તો સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું હતું કે ન તો લોકો માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. એકલ દોકલને બાદ કરતા મોટાભાગના મુસાફરો તેમજ એસટી વિભાગના કર્મચારીઓ માસ્ક પહેર્યા વગર કેમેરામાં કેદ થયા હતા. ત્યારે હવે કોરોનાની ત્રીજી લહેર દરમિયાન બીજી લહેર જેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે તંત્ર અને લોકોએ સાવચેત થવું જરૂરી છે અને કેટલાક નિયમો માટે નિયંત્રણ લાવવું પણ જરૂરી છે.

બસપોર્ટ ખાતે સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હતા
બસપોર્ટ ખાતે સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હતા
અન્ય સમાચારો પણ છે...