તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Donga Made A Call, Technical Staff Searched For The Location, Police Staff Struck And At The End Of The 72 hour Operation, Four Accused Were Apprehended.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુખ્યાત આરોપી જબ્બ:દોંગાએ એક કોલ કર્યો, ટેક્નિકલ સ્ટાફે લોકેશન શોધ્યું, પોલીસ સ્ટાફ ત્રાટક્યો અને 72 કલાકના ઓપરેશનના અંતે ચાર આરોપી ઝડપાઈ ગયા

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોંડલનો ગેંગસ્ટર અન્ય કોઇ ક્રાઈમની ઘટનાને અંજામ આપે એ પહેલા પોલીસ, ATSએ સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડ્યું

29 માર્ચે ભુજની સરકારી હોસ્પિટલમાંથી ભાગેલા ગુજસીટોકના ગોંડલના આરોપી નિખિલ દોંગાએ એક કોલ કરવાની ભૂલ કરી જે પોલીસને આરોપી સુધી પહોંચાડવામાં મહત્ત્વની સાબિત થઈ હતી. નિખિલે એક કોલ કર્યો, અમદાવાદ એટીએસના ટેક્નિકલ સ્ટાફે લોકેશન શોધ્યું અને રાજકોટ એલસીબી, ભુજ એલસીબી અને એટીએસે એક મોલની બહારથી નિખિલ અને તેના ત્રણ સાગરીતને ઝડપી લઈ 72 કલાકમાં ઓપરેશન પાર પાડ્યું હતું.

આરોપીઓને ભુજ લઈ આવવામાં આવશે ત્યારબાદ આ ઘટનામાં કોનો કોનો દોરી સંચાર છે, કાવતરું ક્યા ઘડાયું, કોણ આરોપીઓ છે તે અંગેની વિગતો પૂછપરછ બાદ બહાર આવશે જેમાં કેટલાક રાજકીય વ્યક્તિઓ, ભુજ જેલનો સ્ટાફ અને સરકારી હોસ્પિટલના તબીબ સહિતના વ્યક્તિઓની ધરપકડ સુધીના પગલાં લેવાય તેવી સંભાવના છે.

નિખિલ કેવી રીતે ભાગ્યો, કોણે કરી મદદ
ગોંડલના ગુજસીટોકના આરોપી નિખિલ દોંગાને ભુજની પાલરા જેલમાં ધકેલી દેવાયા બાદ તે બહાર નીકળવા બેબાકળો થયો હતો. આથી રાજકોટ, શાપર અને ગોંડલમાં રહેતા તેમના સાગરીતોનો યેનકેન પ્રકારે સંપર્ક કરીને બહાર નીકળવાનું ષડ્યંત્ર રચ્યું હતું ત્યારબાદ પાંચ દિવસ પહેલા આખો પ્લાન તૈયાર કરવામાં આવ્યો. છ શખ્સ બે કારમાં ભુજ જવા માટે નીકળ્યા તેમાં ભાવિક ઉર્ફે ખલી ચંદુભાઈ ખૂંટ, ભરત રામાણી(શાપર), પાર્થ ધાનાણી(રાજકોટ), સાગર ક્યાડા(ગોંડલ), નિકુંજ દોંગા(ગોંડલ) અને શ્યામલ દોંગા(દેરડી કું.)નો સમાવેશ થાય છે. એક કારને સામખિયાળી પાસે અકસ્માત નડતા બીજી કારમાં 3 શખ્સ ભુજ ગયા હતા અને નિખિલને ભગાડી જવાયો હતો.

આ પહેલા ભુજ જેલના ટોચના અધિકારીને લાલચ આપીને પોતાની તરફેણમાં કરી લેવાયા હતા. ત્યારબાદ કેદી પાર્ટીમાં કોણ જશે તે પણ નક્કી કરાયું હતું આ માટે 40થી 80 હજાર રૂપિયાની લેવડ દેવડ પણ કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે તેમજ સરકારી હોસ્પિટલના એક તબીબે પણ નિખિલની માંદગીના બોગસ કાગળો તૈયાર કર્યા હતા અને આ કારણોસર જ નિખિલને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ન હોવા છતાં ત્રણ દિવસ રાખવામાં આવ્યો હતો. રૂપિયાના જોરે તમામ સેટિંગ પાર પડ્યા હતા અને 29 માર્ચે નિખિલ ભાગી ગયો. આ અગાઉ ચોક્કસ ગ્રૂપના લોકોએ 10 લાખ સુધીના નાણાં પણ એકત્રિત કર્યા હતા.

નિખિલને પકડવા પોલીસે શું કર્યું
નિખિલ ભાગી ગયાની જાણ થતા ગોંડલ ડિવિઝનના અધિકારીઓ, ભુજ એલસીબી અને રાજકોટ એલસીબીએ નિખિલ અગાઉ જે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો હતો. તેની ચકાસણી શરૂ કરી તેમાંથી કેટલીક મહત્ત્વની વિગતો પોલીસને મળી. નિખિલ ક્યા શહેરના ક્યા લોકો સાથે સૌથી વધુ સંપર્કમાં હતો તેનું અલગથી લિસ્ટ બનાવવામાં આવ્યું તેમાં સુરત, રાજકોટ આસપાસના 5 વિસ્તાર, દિલ્હી અને ઉત્તરાખંડના નૈનીતાલમાં નિખિલ છુપાયો હોય તેવી વિગતો જૂના કોલ ડિટેઈલના આધારે મળી ત્યારબાદ ટેક્નિકલ બાબતોમાં તકલીફ ન પડે તે માટે એટીએસને પણ સાથે રાખવામાં આવી.

તેમજ એક ફોન નંબર પોલીસને મળ્યો કે જે નિખિલ સુધી દોરી જાય તેવી સંભાવના હતી આથી આ ફોન ક્યા ક્યા થાય છે તે અંગે જાણકારી મેળવવાનું શરૂ કરાતા નિખિલ ભુજથી દિલ્હી થઈને નૈનીતાલ પહોંચ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું. 29 તારીખથી જ રાજકોટ, ભુજ અને એટીએસની ટીમ નિખિલનો પીછો કરી રહી હતી. નિખિલે એક ફોન કર્યો એટલે તેનું લોકેશન નૈનીતાલની ચોક્કસ જગ્યાનું મળ્યું આ સમયે રાજકોટ, ભુજની પોલીસ ત્યાં આસપાસમાં જ હતી તેને લોકેશન આપીને આદેશ કરવામાં આવ્યો ત્યારબાદ પોલીસે પોતાનું કામ આસાનીથી પાર પાડ્યું.

ભુજની હોસ્પિટલમાંથી ભાગેલો નિખિલ કેવી રીતે પકડાયો
10 લાખ રૂપિયા સુધીનું ફંડ ભેગું કરી ભુજની સરકારી હોસ્પિટલમાંથી ભાગી છૂટેલા નિખિલ દોંગાને એવી ખાતરી હતી કે, તે કદાચ નહિ પકડાય. કારણ કે, અગાઉ તે જે સીમ કાર્ડનો ઉપયોગ કરતો હતો તે તમામ બંધ કરી દીધા હતા. પરંતુ એક ભૂલ ખૂંખાર આરોપીને પણ આસાની પકડાવી દેવામાં મદદ કરતી હોય છે.

તેવી રીતે નિખિલે પણ એક ભૂલ કરી. રેગ્યુલર કોલના બદલે કોઇને વોટ્સએપ કોલ કર્યો અને પોલીસ પાસે જે મોબાઈલ નંબર હતા સંભવત: તેમાંથી જ ફોન કર્યો અને આ એક ભૂલ નિખિલને ભારે પડી હતી. નૈનીતાલ પહોંચી ગયાના સારા સમાચાર આપવા માટે જ આ કોલ નિખિલે કર્યાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ કોલના આધારે નિખિલ અને તેના સાગરીતોનું પરફેક્ટ લોકેશન મળ્યું અને તે આબાદ પોલીસના હાથમાં આવી ગયો હતો.

એક રાજકીય અગ્રણીના જમણા હાથ સમા શખ્સે આખો પ્લાન ઘડ્યો અને રકમ પણ એકઠી કરી
નિખિલ દોંગાને સંભવત: આજે ભુજ લવાશે ત્યારબાદ તેની પૂછપરછ શરૂ કરાશે ત્યારે સૂત્રો એમ પણ જણાવી રહ્યા છે કે રાજકોટ જિલ્લાના એક રાજકીય અગ્રણીના જમણા હાથ ગણાતા શખ્સે નિખિલને ભગાડવાનો પ્લાન ઘડ્યો હતો. આ માટે પ્રાથમિક તબક્કે 10 લાખ રૂપિયાનું ફંડ પણ એકત્રિત કર્યું હતું. ભુજ જેલના ટોચના અધિકારી અને તબીબને લલચાવીને પ્લાનમાં સામેલ કરવાનો તખ્તો પણ આ શખ્સે જ તૈયાર કર્યો હોવાની શંકા છે અને આગામી એકાદ બે દિવસમાં તમામ બાબતે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

ભુજથી ભાગેલો ગોંડલનો ગેગસ્ટર નિખિલ દોંગા 3 દિવસ બાદ નૈનિતાલથી 3 સાગરીતો સાથે પકડાયો
ગત 29મીની રાત્રે ભુજ જીકે જનરલ હોસ્પિટલમાંથી ઉંઘતી પોલીસના પહેરા વચ્ચેથી ફરાર થઇ ગયેલા ગોંડલના કુખ્યાત નિખિલ ઉર્ફે નીકુંજ રમેશ દોંગાને ઝડપી લેવા પશ્ચિમ અને પુર્વ કચ્છ તેમજ રાજકોટ પોલીસની વિવિધ ટીમો કામે લાગી હતી. દરમિયાન પશ્ચિમ કચ્છ પોલીસ અને રાજકોટ ગ્રામ્ય પોલીસની ટીમે નિખિલ દોંગાને તેના ત્રણ સાગરીતો સાથે 72 કલાક બાદ ઉતરાખંડના નૈનિતાલ ખાતેથી ઝડપી પાડ્યો છે. તો ભુજ જી.કે.માંથી આરોપીને ભગાડવામાં જેઓની સંડોવણી સામે આવી છે તેવા બે પીએસઆઇ, કોસ્ટેબલ તેમજ એએસઆઇની ઘરપકડ કર્યા બાદ પોલીસે સોમવાર સુધીના રિમાન્ડ મેળવાયા છે.

પશ્ચિમ કચ્છ ડીવાયએસપી જે. એમ. પંચાલ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એસ.જે.રાણાએ આપેલી માહિતી મુજબ ભુજથી ભાગેલો ગુજસીટોકનો આરોપી નિખિલ દોંગા ઉત્તરાખંડના નૈનીતાલમાં છુપાયો હોવાની બાતમીના પગલે પશ્ચિમ કચ્છ અને રાજકોટ ગ્રામ્ય વિભાગની પોલીસ ટીમ નૈનીતાલ પહોંચી હતી. અને નિખીલ દોંગા અને તેની સાથે રેમીશ, સાગર અને શ્યામ નામના અન્ય ત્રણ સાગરીતો સહિત ચાર જણાઓને દબોચી લીધા હતા.

ચારેય આરોપીઓને પોલીસની ટીમ દ્વારા કચ્છ લાવવામાં આવી રહ્યા છે. જી.કે જનરલ હોસ્પિટલમાંથી નિખીલ દોંગા ભાગી જવાના પ્રકરણમાં આરોપીના જાપ્તામાં રહેલા અને આરોપીને ભાગવામાં જેઓની બેદરકારી સામે આવી છે. તેવા પીએસઆઇ આર.બી.ગાગલ અને કોસ્ટેબલ રાજેશ રૂપજી રાઠોડની ધરપકડ કરી પોલીસે રિમાન્ડ ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા હતા. આરોપી પોલીસ કર્મીઓની પુછતાછમાં અન્ય એક પીએસઆઇ એન.કે.ભરવાડ અને એએસઆઇ અલીમામદ ઓસમાણ લંઘાની સંડવણી સામે આવતાં પોલીસે તેમની પણ ધરપકડ કરીને સોમવાર સુધી રિમાન્ડ પર લીધા છે. જાપ્તામાં રહેલા આરોપીના મિત્રોને મળવા માટે છુટછાટ આપી ફરજમાં બેદરકારી કરી હોવાનું સામે આવ્યું હતું.

આરોપી નંબર વિનાની કારમાં રાજસ્થાન દિલ્હી થઇને નૈનિતાલ પહોંચ્યો
ભુજથી નંબર વગરની કારમાં સાગરીતો સાથે આરોપી નિખિલ દોંગા ભાગીને રાજસ્થાન દિલ્હી થઇને રાજસ્થાન પહોંચ્યો હોવાના ઇનપુટ મળતાં પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને રાજકોટ પોલીસે આરોપીને ટ્રેસ કરી લઇને નૈનિતાલ પહોંચી આરોપીને સાગરીતો સાથે ઝડપી પાડી કચ્છ લઇ આવવા રવાના થયા છે.​​​​​​​

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો