તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:દોહિત્રીને કોલેજ મૂકી પરત જઇ રહેલા વૃદ્ધનું અકસ્માતમાં મોત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

શહેરની ભાગોળે ન્યારા ગામ નજીક અકસ્માતના બનાવમાં વૃદ્ધનું મોત નીપજ્યું છે. અકસ્માતમાં રાજકોટના રેલનગર-2, ઋષિકેશપાર્ક-3માં રહેતા ધનજીભાઇ નાથાભાઇ ભાલિયા નામના વૃદ્ધનું મોત થયું છે. પરિવારજનોની પૂછપરછમાં બહાર આવેલી વિગત મુજબ, ધનજીભાઇ મૂળ મોરબીના હતા. વૃદ્ધ નિવૃત્ત જીવન ગાળતા હોય રાજકોટ રહેતી પુત્રીને ત્યાં છેલ્લા સાત મહિનાથી રહેવા આવ્યા હતા. દરમિયાન આજે સવારે દોહિત્રીને કોલેજ જવામાં મોડું થઇ જતા કોલેજની બસ નીકળી ગઇ હતી. જેથી વૃદ્ધ દોહિત્રીને બાઇક પર બેસાડી ન્યારા ગામ પાસે આવેલી કોલેજે મૂકવા ગયા હતા.

દોહિત્રીને કોલેજે ઉતારી વૃદ્ધ પરત ફરતા હતા. ત્યારે કોલેજ નજીક જ અજાણ્યું વાહન વૃદ્ધના બાઇકને ટક્કર મારી નાસી ગયું હતું. અકસ્માતમાં વૃદ્ધને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમને વધુ સારવાર મળે તે પહેલા જ દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતા પડધરી પોલીસ રાજકોટ દોડી આવી હતી અને અકસ્માત સર્જી નાસી ગયેલા અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સસ્પેન્ડેડ એડવોકેટની અપીલને SCએ ફગાવી
વકીલાત વિરુદ્ધનું કાર્ય કરનાર સસ્પેન્ડેડ એડવોકેટ સંજય પંડિતે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ કરેલા હુકમને પડકારી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જેની સુનાવણીમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આપેલા હુકમમાં દખલ કરવાનું કોઇ કારણ ન હોવાનું જણાવી સુપ્રીમ કોર્ટે એડવોકેટ પંડિતની અપીલને ફગાવી દીધી છે. રાજકોટમાં વકીલાત કરતા એડવોકેટ સંજય પંડિતને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની શિસ્ત સમિતિએ વકીલાત વિરુદ્ધનું કૃત્ય કર્યું હોય અને વકીલાતના વ્યવસાયને ઝાંખપ લગાડે તેવું કાર્ય કરતા એડવોકેટ એક્ટની કલમ હેઠળ એક વર્ષ માટે તેની સનદ સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...