રાજકોટ શહેરના સૌરાષ્ટ્ર-કચ્છ પેટ ટેડ્રેસ અને બ્રિડર્સ એસોસિએશન દ્વારા આજે ડોગ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી 30થી વધુ બ્રિડના 500થી વધુ શ્વાનોએ ભાગ લીધો હતો. આ શોના આકર્ષણમાં 500 ગ્રામના વજનથી લઈને 100 કિલોના કદાવર શ્વાન જોવા મળ્યા હતા. ડોગ-શોમાં ભાગ લેવા માટે શ્વાનમાલિકોએ વિવિધ પેટશોપ ખાતેથી પોતાના શ્વાનની એન્ટ્રી પાસ મેળવ્યો હતો.
વિવિધ પ્રજાતિના ડોગોએ આકર્ષણ જમાવ્યું
ડોગ-શોમાં વિવિધ પ્રજાતીના શ્વાનોમાં પોમેરેનીયન, જર્મન શેફર્ડ, લેબ્રાડોર, ગ્રટડેન, ડોબરમેન ગોલ્ડન રીટીવર, સ્ટિંસુ, લાસા, પીટબુલ, ડાલમેશીયન, ચાઉ-ચાઉ, મેસ્ટી, શેનબનાર્ડ જેવા લાખેણી કિંમતના વિદેશી બ્રિડોના શ્વાન જોવા મળ્યા હતા. આ શોના નિણાર્યક તરીકે ભોપાલના યશ શ્રીવાસ્તવ અને વડોદરાના પૃથ્વી પાટીલ રહ્યા હતા. સમગ્ર શોનું સંચાલન જાણીતા ડોગ-શોના આયોજક અરૂણ દવેએ કર્યું હતું.
ડોગ ટ્રીટમેન્ટ અને રસીકરણની માહિતી અપાઇ
સમગ્ર શોમાં મેડિકલની વેટરનરી ટીમ હાજર રહીને ડોગ-શોમાં ડોગ ટ્રીટમેન્ટ અને રસીકરણની માહિતી આપવામાં આવી હતી. શાસ્ત્રી મેદાનના ગ્રાઉન્ડમાં ડોગ-શોની રિંગ, વિવિધ કંપનીના સ્ટોલ, માહિતી કેન્દ્ર અને શહેરના વિવિધ પેટશોપના સ્ટોલ રાખવામાં આવ્યા હતા.
શોમાં ડોગ એસેસરિઝથી લઈને ફૂડની વ્યવસ્થા
ડોગશોમાં ડોગની એસેસરિઝ, ફૂડ સહિતની વસ્તુઓ રાખવામાં આવી હતી. જેમાં ડોગના ચેઇન, પટ્ટા, બ્રશ, નેલકટર, ઝાકીટ, શેમ્પુ, શૂઝ, રેઇન શૂઝ સહિતની વસ્તુઓનો રાખવામાં આવી હતી. આ ઉપરાંત ડોગ માટે ફૂડમાં બિસ્કીટ, જેલી, સોસ પમ રાખવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.