• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Doddham: Police Breathe A Sigh Of Relief After A Bottle Of Petrol Leaked From A Bottle Near The Temple Near The Police Station.

અફવા:પોલીસ સ્ટેશનની બાજુમાં મંદિર પાસે બોમ્બ હોવાની વાતથી દોડધામ, બોટલમાં પેટ્રોલનું સેમ્પલ નીકળતા પોલીસે રાહતનો દમ લીધો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટ્રોલના સેમ્પલની તસવીર - Divya Bhaskar
પેટ્રોલના સેમ્પલની તસવીર
  • ત્રિમૂર્તિ બાલાજી મંદિરના બાંકડા પર કોઈ સીલપેક બોટલ ભૂલી ગયું’તું

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન નજીક મંદિર પાસેના બાંકડામાં બોમ્બ જેવી કોઇ શંકાસ્પદ વસ્તુ પડી હોવાની જાણ થતાં જ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પહોંચી હતી. બોમ્બની શંકાને કારણે થોડીવાર માટે અફરાતફરી મચી ગઇ હતી, જોકે શંકાસ્પદ બોટલ બોમ્બ નહીં પરંતુ પેટ્રોલ પંપમાં લેવાતા પેટ્રોલના સેમ્પલની બોટલ હોવાનું ખૂલતાં પોલીસે અને વિસ્તારના લોકોએ રાહતનો દમ લીધો હતો. 150 ફૂટ રિંગ રોડ પર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની નજીક આવેલા ત્રિમૂર્તિ બાલાજી મંદિર પાસેના બાંકડામાં બોમ્બ જેવી કોઇ શંકાસ્પદ વસ્તુ પડી હોવાની કોઇ જાગૃત નાગરિકે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ વાળા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસ પહોંચી ત્યારે બાંકડા પર ધાતુની બોટલ જોવા મળી હતી અને તેના પર સીલમાર્યાનું દેખાતું હતું.

ધાતુની બોટલમાં પેટ્રોલ ભરેલું હતું
બોમ્બની વાતથી એ વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો અને તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થઇ ગઇ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્કવોડને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમે તકેદારી સાથે બોટલ કબજે કરી હતી અને શિફ્તપૂર્વક બોટલ ખોલતા જ તેમાંથી પેટ્રોલ મળી આવ્યું હતું. ધાતુની બોટલમાં પેટ્રોલ શા માટે રાખ્યું હશે તેનો ઉકેલ મેળવવા પોલીસે પેટ્રોલ પંપના કર્મચારીને બોલાવીને તે બોટલ બતાવતા ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હતું.

બોટલ ભૂલી જતા લોકોએ બોમ્બ સમજી લીધો
પેટ્રોલ પંપમાં નિયમાનુંસાર સમયાંતરે પેટ્રોલના નમૂના લેવાના હોય છે અને પેટ્રોલના તે નમૂના ઉપરોક્ત પ્રકારની બોટલમાં રાખી તેનું પૃથક્કરણ કરવામાં આવેછે. પેટ્રોલ પંપનો કોઇ કર્મચારી ત્રિમૂર્તિ બાલાજી મંદિરે બોટલ લઇને દર્શને આવ્યો હશે અને બોટલ બાંકડા પર રાખી દર્શન કરવા ગયો હશે, પરંતુ દર્શન બાદ તે બોટલ ભૂલી જતાં મામલો બોમ્બની અફવા સુધી પહોંચ્યો હતો. પોલીસે ફૂટેજના આધારે તે કર્મચારીની પણ શોધખોળ શરૂ કરી હતી, જોકે બોમ્બને બદલે પેટ્રોલના નમૂના લીધેલી બોટલ હોવાનું સ્પષ્ટ થતાં જ પોલીસ અને લોકોએ રાહતનો દમ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...