સરકારે જંત્રીદરમાં બે ગણો ભાવવધારો લાગુ કર્યો છે. જેનો બિલ્ડર અને વકીલોમાં વિરોધ જોવા મળે છે. જોકે સોમવારે રજિસ્ટ્રાર કચેરીમાં જૂના જંત્રીદર મુજબ જ દસ્તાવેજો થયા હતા. જંત્રીદરના વિરોધમાં બિલ્ડરો ગાંધીનગર સીએમને મળ્યા હતા. જ્યારે રેવન્યૂ બાર એસો.ના સભ્યોએ કલેક્ટરને રજૂઆત કરી હતી. બિલ્ડર એસો.ના પ્રમુખ પરેશભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, નવા જંત્રીદરથી અનેક મુશ્કેલી થશે.
જંત્રીના ભાવવધારા અંગે બિલ્ડરોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી
1 નવો જંત્રીદર પહેલી મેથી ગુજરાતમાં અમલી કરવામાં આવે
2 સી.જી.ડી.સી.આર. મુજબ પેઈડ એફ.એસ.આઈ. માં જંત્રીના 40 ટકાને બદલે નવી જંત્રીના 20 ટકા કરી આપવામાં આવે
3 નવી શરતમાંથી જૂની શરતમાં જમીન ફેરવવા માટે પ્રીમિયમના દર જંત્રીના 40ના બદલે 20 ટકા કરી આપવામાં આવે
4 કોઈ પણ વિસ્તારની બજાર કિંમત નક્કી કરવા માટે છેલ્લા ત્રણ વર્ષના વેચાણ વ્યવહારોને વેલ્યૂ ઝોનવાઈઝ વહેંચીને દરેક વેલ્યૂ ઝોનની બજાર કિંમત કાઢીને તે બજાર કિંમતને જંત્રી વેલ્યૂ તરીકે આખરી કરવી જોઈએ. આથી એડહોક 100 ટકાનો વધારો ન કરીને સાયન્ટિફિક રીતે જંત્રી લાગુ કરવી જોઈએ.
5 રહેણાક ફ્લેટ, દુકાનની જંત્રીમાં જૂની જંત્રી ઉપર ફક્ત 20 ટકાનો જ વધારો કરવામાં આવે. 2011 માં એફ.એસ.આઈ. 1.8- 2.25 સુધીની હતી. 2023માં એફ.એસ.આઈ. 2.7 -4-5.4 સુધીની મળવા પાત્ર છે. જેથી મકાનોની કિંમતમાં કોઈ વધારો થયો નથી. તેથી રહેણાક, ફ્લેટ, દુકાનની જંત્રીમાં જૂની જંત્રી ઉપર ફક્ત 20 ટકાનો વધારો કરવા જ અંતમાં જણાવ્યું છે.
6 જંત્રીમાં વધારો થાય તો જી.એસ.ટી., સ્ટેમ્પ ડ્યૂટી, કેપિટલ ગેઈન ટેક્સ વગેરેમાં વધારો સમાન્ય પ્રજા ઉપર પડે છે. જેને કારણે 100 ટકા વધારો થતા માર્કેટ વેલ્યૂ કરતા પણ વધારે જંત્રી થઈ જાય છે.
7 એફોર્ડેબલ હાઉસિંગના કિસ્સામાં જ્યારે યુનિટનું પ્રથમ વેચાણ કરવામાં આવે તેવા કિસ્સામાં 1% સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડવા જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.