જાહેરાત:દસ્તાવેજ નોંધણી ઓનલાઇન કરાતા સ્ટેમ્પ વેન્ડર્સમાં કચવાટ

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગરવી 2.0 વેબ એપ્લિકેશનનો અમલ

ઓક્ટોબર-2019માં સરકાર દ્વારા નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ કરી માત્રને માત્ર ઇ-સ્ટેમ્પિંગ સેવાનો અમલ કરાયા બાદ તંત્ર દ્વારા દસ્તાવેજ નોંધણી માટે અદ્યતન સુવિધાવાળા ગરવી 2.0 વેબ એપ્લિકેશનનો ફરજિયાતપણે અમલ કરવાની સૂચના જારી કરાતા સ્ટેમ્પ વેન્ડર્સમાં કચવાટની લાગણી ફેલાઇ જવા પામી છે.

સરકારે ઇ-સ્ટેમ્પિંગ સિસ્ટમ ફરજિયાતપણે અમલમાં મુકાતા વેન્ડર્સને રોજગારીમાં મોટી નુકસાની વેઠવી પડી રહી છે. દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયામાં વધુ પારદર્શકતા લાવવા તથા પક્ષકારોનો કિંમતી સમય બચે, સરકારી સંસાધનોનો યોગ્ય ઉપયોગ થઇ શકે અને ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ થાય તે માટે ગરવી વેબ એપ્લિકેશનને અપગ્રેડ કરવામાં આવી છે.

ગરવી 2.0 વેબ એપ્લિકેશન શરૂઆતના તબક્કે સબ રજિસ્ટ્રાર કચેરી ઉપલેટા, વિસાવદર, વિજાપુર, ધનસુરા, ઠાસરા, લુણાવાડા એમ કુલ છ કચેરીમાં પ્રયોગિક ધોરણે પાઇલટ પ્રોજેક્ટ તરીકે 1લી મેથી અમલમાં મૂકવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...