વિરોધ:તબીબો હડતાળ પર મક્કમ, પોસ્ટર બનાવીને વિરોધ દર્શાવ્યો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યભરના ઈન્ટર્ન તબીબો ઓછા સ્ટાઈપેન્ડને કારણે હડતાળ પર ઉતર્યા છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 150થી વધુ તબીબો સોમવાર સવારે 9 વાગ્યાથી મેડિકલ કોલેજ ખાતે ધરણાં પર બેઠા હતા અને જુદા જુદા પોસ્ટર અને પ્લે કાર્ડ બતાવીને વિરોધ દર્શાવ્યો હતો. જેમાં પ્રિસ્ક્રિપ્શનની ભાષામાં દર્દી તરીકે તબીબ અને નિદાન તરીકે ઓછું સ્ટાઈપેન્ડ બતાવ્યું હતું તેમજ રોગના લક્ષણો પણ બતાવ્યા હતા.

તબીબો કહે છે કે, તેમને મહિને 13000 જેટલું જ સ્ટાઈપેન્ડ અપાય છે જે અન્ય રાજ્યોના ઈન્ટર્ન તબીબો કરતા ઓછું છે તેથી તેમને અન્ય રાજ્યો જેટલું તો નહિ પણ 20,000 સ્ટાઈપેન્ડ અને તે પણ એપ્રિલ માસથી ગણવામાં આવે. આ માટે આરોગ્ય વિભાગમાં ઘણી રજૂઆતો કરવા છતાં સફળતા મળી નથી તેથી હડતાળ પાડી છે. આ હડતાળના ભાગરૂપે મંગળવારે ફરી પ્રદર્શન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...