શેરી શાળા:રાજકોટમાં મજૂરીકામ કરતા શ્રમિકોનાં બાળકોના શિક્ષક બને છે ડૉક્ટર, વકીલ અને પ્રોફેસર

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા ચાલતી શાળામાં બાળકોને વિનામૂલ્યે ભોજન આપી ભણાવવામાં આવે છે
  • રાજકોટમાં મજૂરીકામ કરતા પરિવારનાં બાળકો માટે 20 વર્ષથી ચાલતી નવતર શેરી શાળા

રાજકોટમાં રામનાથપરા વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી શેરી શાળા ચાલી રહી છે. આ શાળાની વિશેષતા એ છે કે અહીં મજૂરીકામે જતા મજૂરના બાળકો અભ્યાસ કરવા આવે છે અને એમને અભ્યાસ કરાવવા માટે શહેરના વકીલ, ડોકટર, પ્રોફેસર, કવિ વગેરે નિયમિત ભણાવવા માટે આવે છે. અખિલ હિન્દ મહિલા પરિષદની બહેનો આ શાળાનું સંચાલન કરે છે અને બાળકોના અભ્યાસની જવાબદારી ઉઠાવે છે. અહીં બાળકોને અભ્યાસ ઉપરાંત પોતાના અને સમાજના વિકાસ માટે શું પ્રવૃત્તિ કરી શકાય, કેવી રીતે મદદરૂપ થવાય એ માટે જ્ઞાન પણ આપવામાં આવે છે.

મધ્યમવર્ગીય ગરીબ અને આર્થિક રીતે અશક્ત માતા પિતા માટે આ શેરી શાળા આર્શીવાદરૂપ સાબિત થઇ છે. રામનાથપરા અને આજુબાજુના વિસ્તારમાં રહી મજૂરીકામ કરી પેટિયું રળતા મજૂરો જ્યારે સવારે મજૂરી કામે જાય છે ત્યારે પોતાના બાળકને મૂકી જાય છે અને સાંજે મજૂરીકામેથી છૂટ્યા બાદ અહીંથી ઘરે લઈ જાય છે.

શાળાના પ્રાંગણને નંદનવન નામ અપાયું
આ શેરી શાળામાં નાના બાળકો અભ્યાસ કરવા માટે આવે છે. જ્યાં બાળકોની કિલકારી સંભળાય છે. તો અખિલ હિન્દ મહિલા પરિષદની બહેનો પણ આ દરેક બાળકની સારસંભાળ માતાની જેમ જ રાખે છે. આમ બાળક અને બહેનો વચ્ચે એક માતા-સંતાન જેવી આત્મીયતા હોય
આ શાળાના પ્રાંગણને નંદનવન નામ અપાયું છે.

અન્ય સમાચારો પણ છે...