હડતાળનો છઠ્ઠો દિવસ:રાજકોટમાં તબીબોએ મીણબત્તી સળગાવી, કોરોના વોરિયર્સના સન્માન પત્રને શ્રદ્ધાંજલિ આપી વિરોધ નોંધાવ્યો, ‘કમિશનર હાય હાય, તાનાશાહી નહીં ચલેગી‘ના સુત્રોચ્ચાર

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મીણબત્તી સાથે ડોક્ટરોનો વિરોધ - Divya Bhaskar
મીણબત્તી સાથે ડોક્ટરોનો વિરોધ
  • સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી કોરોના વોરિયર્સ તરીકે આપેલા સન્માન પત્ર પરત કરશે

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પડતર માંગણીને લઇને રેસિડેન્ટ 250 અને ઇન્ટરનલ 150 ડોક્ટર હડતાળ પર ઉતરી આવ્યા છે. આજે તબીબોની હડતાલનો છઠ્ઠો દિવસ છે. ત્યારે તબીબોએ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી મીણબત્તી સળગાવી તેમને આપેલા કોરોના વોરિયર્સ સન્માન પત્રને શ્રદ્ધાંજલિ આપી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ ‘કમિશનર હાય હાય, તાનાશાહી નહીં ચલેગી‘ના સુત્રોચ્ચાર કર્યા હતા.

મતભેદ પ્રકાશ રૂપે દૂર કરવા મીણબત્તી પ્રગટાવી
ઉલ્લેખનીય છે કે આજે સાંજે મીણબત્તી પ્રગટાવી તબીબો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અને તેમના મતે તબીબો અને સરકાર વચ્ચે મતભેદ પ્રકાશ રૂપે દૂર કરવા મીણબત્તી પગટાવવામાં આવી છે. આ ઉપરાંત સરકાર એક કદમ આગળ આવે તો એક કદમ તબીબો આગળ આવી સમાધાન કરવા તૈયારી દાખવી છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન દર્દીઓ અને પરિવારજનો મુશ્કેલી ધ્યાનમાં રાખી જલ્દીથી સરકાર દ્વારા તબીબોના પ્રશ્ન અંગે નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

કોરોના વોરિયર્સ તરીકે સન્માનપત્રો આપવામાં આવ્યા હતા
કોરોના વોરિયર્સ તરીકે સન્માનપત્રો આપવામાં આવ્યા હતા

ગઇકાલે મેડિકલ કોલેજના પટાંગણમાં ધરણા કર્યા હતા
રાજકોટ સિવિલ હોસ્પિટલમા પંડિત દિન દયાળ મેડિકલ કોલેજ ખાતે છેલ્લા 6 દિવસથી તબીબો હડતાળ પર ઉતરી વિરોધ નોંધાવી રહ્યાં છે. જેમાં 250 જેટલા રેસિડેન્ટ અને 150 ઇન્ટરન ડોક્ટરની જોડાયા છે. ગઈકાલે તમામ તબીબો મેડિકલ કોલેજના પટાંગણમાં ધરણા પર બેઠા હતા. તેમજ ‘કમિશનર હાય હાય, તાનાશાહી નહીં ચલેગી‘ના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તબીબો જૂની માગણીને લઈને અડગ વલણ દેખાડી રહ્યાં છે. સરકાર દ્વારા આપવામાં આવેલા સન્માન પત્ર પણ પરત આપશે. તબીબોને સરકાર દ્વારા કોરોના વોરિયર્સ તરીકે સન્માનપત્રો આપવામાં આવ્યા હતા. જે હવે પરત કરવાનો નિર્ણય લીધો છે.

જૂની માગણીને લઇને ડોક્ટરો હડતાળ પર ઉતર્યા.
જૂની માગણીને લઇને ડોક્ટરો હડતાળ પર ઉતર્યા.

બોન્ડનો સમય વધારી પગાર ધોરણમાં પણ ઘટાડો કરાયો
રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા સ્પેશિયાલિસ્ટ તબીબો કે જેમનો અભ્યાસ પૂરો થયો ત્યારે જ કોરોનાની બીજી લહેર આવી હતી. આ સમયે તંત્રે જાહેરાત કરી હતી કે આ તબીબો સરકારી હોસ્પિટલમાં નિમણૂક મેળવે તો તેમનો જે બોન્ડ છે તેની ફરજનો સમય 1:2 એટલે કે એક મહિનો કામ કરે તો બે મહિનાની નોંધ થશે. આ કારણે બોન્ડ પણ ઝડપથી પૂરો થશે તેમજ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર પણ મળી શકે. આ રીતે 11 માસના કરાર પર નિમણૂક અપાઇ હતી. 12 એપ્રિલે કરેલા આ પરિપત્ર બાદ 31 જુલાઈએ નવો પરિપત્ર આવ્યો જેમાં આ બધા તબીબોની બદલી કરી નાંખી છે અને બોન્ડનો સમય પણ 1:1 કરી નાંખ્યો છે. આ ઉપરાંત પગાર ધોરણમાં પણ ઘટાડો કરાયો છે.

સન્માનપત્રો પરત કરવાનો નિર્ણય લીધો છે
સન્માનપત્રો પરત કરવાનો નિર્ણય લીધો છે

રાજકોટમાં છેલ્લા 6 દિવસથી હડતાળ યથાવત
રાજકોટમાં હડતાળમાં જોડાનારા રેસિડેન્ટ ડોક્ટરોને હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેમાં 29 જેટલી હોસ્પિટલોને તાત્કાલિક અસરથી હોસ્ટેલ ખાલી કરી દેવા નોટિસ પાઠવવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં આવેલી પંડિત દીન દયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજના 250 રેસિડેન્ટ અને 150 ઇન્ટરનલ ડોક્ટરો હડતાળ પર ઊતર્યા હતા.

સન્માનપત્રો પરત કરવાનો નિર્ણય લીધો છે
સન્માનપત્રો પરત કરવાનો નિર્ણય લીધો છે

બોન્ડેડ તબીબોએ કરેલી માંગ

  • ઠરાવ ક્રમાંક એમસીજી/1021/459/જ તા. 12-4-2021 મુજબ બોન્ડનો સમયગાળો 1:2 ગણવામાં આવે.
  • બીજા તબીબી અધિકારીઓ મુજબ સાતમા પગારપંચ પ્રમાણે વેતન અપાય.
  • પ્રથમ વર્ષના પીજી મેડિકલના વિદ્યાર્થીઓ ન હોવાથી અને અમારું શૈક્ષણિક કાર્ય કોવિડના કારણે વેડફાયું હોવાથી શૈક્ષણિક સંસ્થામાં જ નિમણૂક અપાય.
  • અન્ય રાજ્યોની મારફત SR વત્તા બોન્ડ યોજના લાગુ કરાય.

રેસિડેન્ટ તબીબોએ કરેલી માગ

  • અમોને પણ બીજા તબીબી અધિકારીઓ મુજબ સાતમા પગારપંચ પ્રમાણે વેતન આપવામાં આવે
  • ફર્સ્ટ યર રેસિડેન્ટ ડોક્ટર્સ ન હોવાને લીધે તેમજ અમારૂ એકેડેમિક પર કોવિડમાં વેડફાયું હોવાથી અમોને અમારી શૈક્ષણિક સંસ્થામાં નિમણૂક આપવામાં આવે.
  • અન્ય રાજ્યોની જેમ સિનિયર રેસિડેન્ટશીપ પ્લસ બોન્ડની યોજના પણ ગુજરાતમાં લાગુ કરવામાં આવે
  • ઉપરોક્ત માગણીઓ નહીં સંતોષાય તો અમે JDA તેમજ તમામ ગર્વમેન્ટ મેડિકલ કોલેજ ઉતિર્ણ વિદ્યાર્થીઓના સમર્થનમાં જોડાશે