તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી આફત:મ્યુકરની સામે લડવા રાજકોટના તબીબોએ નવું ગ્રૂપ બનાવ્યું

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મ્યુકર ઓપરેટિંગ કોર ગ્રૂપને ભાસ્કરે પૂછ્યા લોકોના મનમાં ઉઠતા સવાલ

રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના કેસ વધતા આ રોગ સામે લડતા તબીબોએ નવું સંગઠન બનાવ્યું છે. શહેરના અગ્રણી ઈએનટી સર્જને મ્યુકરમાઈકોસિસ ઓપરેટિંગ કોર ગ્રૂપ બનાવ્યું છે. જેમાં ડો. ડેનિશ આરદેશણા, ડો. ભરત કાકડિયા, ડો. યશ પંડ્યા, ડો. અલ્પેશ ફેફર, ડો. આલાપ શાહ સહિતના નિષ્ણાતો છે. ડો. ડેનિશ જણાવે છે કે, ‘આ ગ્રૂપે ઓપ્થલમોલોજિસ્ટ, ન્યુરોફિઝિશિયન તેમજ ચેપના નિષ્ણાતો સાથે સતત સંપર્કમાં રહીને જ્યાં સુધી મ્યુકર છે ત્યાં સુધી તેની જ સારવાર કરવા નિર્ણય કર્યો છે.’

મ્યુકરને લગતા પ્રશ્નો અને તબીબોના ઉત્તર
1) આ રોગ કેટલો ગંભીર છે?
જવાબ :
આ રોગ ખૂબ ગંભીર છે, મોત થઈ શકે છે. ઘણા કિસ્સાઓમાં આંખનો અંધાપો આવે છે.
2) આ રોગના લક્ષણો શું?
જવાબ :
આંખમાં સોજો, દૃષ્ટિ ઓછી થવી, નાક અને ગાલ પર સોજા, માથું સતત દુ:ખવું, દાંત ખોટા પડે વગેરે જેવા લક્ષણો કોરોના પછી દેખાય તો ડોક્ટરની સલાહ લેવી.
3) રોગનું નિદાન કઈ રીતે ? સારવાર શું?
જવાબ :
જ્યારે લક્ષણો હોય અને ફુગ દેખાય તો તુરંત જ દુરબીન વડે સાયનસ સુધી પહોંચી ફુગનું સ્ક્રેપિંગ કરી કાઢી નખાય છે. ફુગનો તમામ બગાડ નીકળી ગયા પછી સેમ્પલ લેબમાં મોકલાય છે જે નક્કી કરે કે મ્યુકર છે કે નહીં. 80 ટકા કેસમાં મ્યુકર નીકળે છે.
4) તબક્કાવાર ઓપરેશનની જરૂર પડે?
જવાબ :
ફુગ નાક ઉપરાંત આંખમાં જાય તો આંખનું ઓપરેશન, તાળવામાં ફુગ લાગે તો તાળવાનું ઓપેરશન, નાકમાં આગળ સુધી ફુગ વધે તો ફરીથી પણ કરવું પડે. આ રોગ ફરીથી થઈ શકે તેથી દવા ત્રણ અઠવાડિયાથી 3 મહિના સુધી ચાલુ રાખવાની હોય છે.

અન્ય સમાચારો પણ છે...