તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વાઇરસ:રાજકોટમાં ડોક્ટરોએ સિવિલ હોસ્પિટલને પોતાનું ઘર બનાવ્યું, જાહેરમાં ક્રિકેટ રમતા 14 લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના સ્મશાનમાં ડિસઇન્ફેક્ટની કામગીરી કરવામાં આવી

રાજકોટ: રાજકોટમાં ડોક્ટરોએ હોસ્પિટલને પોતાનું ઘર બનાવ્યું છે. રાજકોટમાં કોરોના દર્દીની સારવાર આપનાર ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ સિવિલ હોસ્પિટના કમાઉન્ડમાં આવેલી નર્સિંગ હોસ્ટેલમાં રહેશે. 100 ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ હોસ્પિટલની નર્સિંગ હોસ્પિટલમાં રહેશે. રાજકોટમાં રાત્રિ દરમિયાન લોકડાઉનનો નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે. જેમાં શહેરના રસ્તા સુમસામ ભાસી રહ્યા છે. જાહેરમાં ક્રિકેટ રમતા 14 લોકો સામે ગુનો રોના વાઇરસની મહામારીને લઇને લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરી જાહેરમાં ક્રિકેટ રમતા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટના યુનિવર્સિટી પોલીસે જાહેરમાં ક્રિકેટ રમતા 14 લોકોની અટકાયત કરી છે. આ તમામ લોકો વિરૂદ્ધ પોલીસે કમલ 269, 114 તેમજ જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધ્યો છે. તેમજ ભક્તિનગર પોલીસે જાહેરનામાનો ભંગ કરી બિન જરૂરી બહાર નીકળનાર ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં મરીન પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના મોટાભાગના ગામડા સજ્જડ બંધ છે.

કોરોના સામે રક્ષણ મેળવવા સ્મશાનમાં ડિસઇન્ફેક્ટની કામગીરી કરાઇ
શહેરના મવડી સ્મશાન, ઇલે. તથા લાકડાના શહેરના તમામ સ્મશાન, આસ્થા સોસાયટી, રામપીર ફાયર સ્ટેશનથી સોપાન હિલ (3 થી 4 કી.મી. મેઈન રોડ), રામપીર ચોકડીથી રૈયા ચોકડી ત્યાંથી આમ્રપલી ટોકીઝ, ત્યાંથી કાલાવડ રોડ ફાયર બ્રાન્ચ, કોટેચા ચોક, સદર જ્યુબિલી, યાજ્ઞિક રોડ, એસ.ટી. બસ સ્ટેન્ડ નવું, લીમડા ચોક, હરિહર ચોક, સદર બજાર, કબ્રસ્તાન, હેડ પોસ્ટ ઓફિસ સામે આ તમામ સ્થળોએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિસઇન્ફેકટની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ મનપાની ટીમ આ કાર્યવાહી કરી રહી છે. 

અન્ય સમાચારો પણ છે...