લોકડાઉનની આડઅસર / રાજકોટમાં ઘર કામ કરવા કહી મહિલા તબીબને ડૉક્ટર પતિ અને સાસુએ માર મારી કાઢી મુક્યાં

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.
X
પ્રતિકાત્મક તસવીર.પ્રતિકાત્મક તસવીર.

  • રાજકોટમાં લૉકડાઉનમાં કામવાળી ન આવતા ડૉક્ટર દંપત્તી વચ્ચે ઝઘડો
  • 181ના સ્ટાફે ડૉક્ટર અને તેની માતાને કડકાઇથી સમજાવતા મામલો થાળે પડ્યો

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 06:46 AM IST

રાજકોટ. લોકડાઉનને કારણે લોકોના જીવન પર તેની અનેક અસરો જોવા મળી રહી છે, લોકડાઉનમાં કામવાળી કામ પર નહીં આવતા મહિલા તબીબને ઘરકામ બાબતે ડોક્ટર પતિ અને સાસુ દ્વારા દબાણ કરવામાં આવતું હતું અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. મહિલા તબીબને માર મારી ઘરમાંથી કાઢી મુકાયા હતા, અંતે 181ના સ્ટાફે કડકાઇથી ડોક્ટર અને તેની માતાએ સમજાવતા મહિલા તબીબને ઘરમાં પ્રવેશ આપી મામલો થાળે પાડ્યો હતો. 
શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા 35 વર્ષના મહિલા તબીબને સંતાનમાં એક પુત્ર છે, અને તેના પતિ પણ ડોક્ટર છે. પતિ–પત્ની બંને અલગ અલગ સ્થળે ક્લિનિક ધરાવે છે. ઘરમાં કામવાળી કામ માટે આવતી હતી, પરંતુ લોકડાઉનને કારણે કામવાળી આવી શકતી નહોતી, કામવાળીનું આવવાનું બંધ થતાં સાસુએ મહિલા તબીબને ઘરકામ પર ધ્યાન આપવા અને તબીબ તરીકેની પ્રેક્ટિસ બંધ કરી ઘરકામ કરવાનું કહી ઝઘડો શરૂ કર્યો હતો, આ મામલે મહિલા તબીબને તેના સાસુ તેમજ ડોક્ટર પતિ દ્વારા ત્રાસ પણ આપવાનું શરૂ થયું હતું. 
મંગળવારે ઘરકામ બાબતે બોલાચાલી કરી ડોક્ટર અને તેની માતાએ મળી મહિલા તબીબને મારકૂટ કરી હતી અને તેમનો હાથ વાળી દીધો હતો, અને તેમને ઘરની બહાર કાઢી મુક્યા હતા.  મહિલા તબીબે ઘરની બહારથી જ ફોન કરતાં 181ની ટીમ દોડી ગઇ હતી અને ડોક્ટર તથા તેની માતાને મહિલાના કાયદાનું ભાન કરાવી કડક ચેતવણી આપી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી