સેન્ટર બંધ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ​​​​​​​કોવિડ સેન્ટરના ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ પગારથી વંચિત

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેન્ટર બંધ કર્યાને એક માસ વીત્યો છતાં વેતન નહીં

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોવિડ કેર સેન્ટરમાં કામગીરી કરેલા ડોકટરો અને નર્સિંગ સ્ટાફને પણ યુનિવર્સિટીએ હજુ સુધી વેતન નહીં ચૂકવતા રોષ ફેલાયો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 11 એપ્રિલથી કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને ક્વોરન્ટાઈન કરવા અને સારવાર આપવા માટે અધ્યાપક કુટીરમાં કોવિડ કેર સેન્ટર શરુ કરાયું હતું. જે એક માસમાં જ દર્દીઓ ઘટી જવાને કારણે બંધ કરી દેવાયું હતું પરંતુ આ કોવિડ કેર સેન્ટર બંધ થયાને પણ એક માસ થયો હોવા છતાં અહીંના ડોક્ટર, નર્સિંગ સ્ટાફ ઉપરાંત યુનિ.ના પણ નોન ટીચિંગના કર્મીઓને ફરજ સોંપી હતી. જેમાંથી તબીબો અને નર્સિંગ સ્ટાફને હજુ સુધી વેતન ચુકવ્યું નથી.

બીએચએમએસને 30 હજાર વેતન અને નર્સિંગ સ્ટાફને 14 હજાર વેતન ચુકવવા નિર્ણય કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...