તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પત્નીને ત્રાસ:‘હું કહું એટલું જ ઘરમાં કરવું’ કહી નિવૃત્ત ફૌજીએ પત્નીને માર માર્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંતાનમાં પુત્ર ન હોવાથી પતિ 4 વર્ષથી માર મારી ત્રાસ આપે છે
  • બંને પુત્રી છોડાવવા વચ્ચે પડતા તેને પણ ફટકારી

મહિલા પરના અત્યાચારના વધુ એક બનાવની જૂના મોરબી રોડ, ન્યૂ સદગુરુપાર્ક-1માં રહેતા ઉષા મહેશ સોલંકી નામની પરિણીતાએ તેના નિવૃત્ત ફૌજી પતિ મહેશ પોપટભાઇ સોલંકી સામે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

પરિણીતાની ફરિયાદ મુજબ, તેના 28 વર્ષ પહેલા ફૌજમાં ફરજ બજાવતા મહેશ સાથે લગ્ન થયા છે. લગ્નજીવન દરમિયાન સંતાનમાં ત્રણ પુત્રી છે. પતિ મહેશ આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ તે અમારી સાથે રહેવાને બદલે બાજુમાં જ રહેતા સાસુને ત્યાં રહેતા હતા. પતિ મહેશ પોતાની કે દીકરીઓની કોઇ સારસંભાળ લેતા ન હોય ઘરે રહીને ઇમિટેશનનું કામ કરી પોતાનું તેમજ પુત્રીઓનું ગુજરાન ચલાવે છે.

સંતાનમાં પુત્ર ન હોવાની વાત પતિને ખટકતી હોય છેલ્લા ચાર વર્ષથી અવારનવાર ઘરે આવી ઝઘડો કરી માર મારી જતા રહેતા હતા. દરમિયાન રવિવારે બપોરે પોતે ઘરે ઇમિટેશનનું કામ કરતા હતા. ત્યારે પતિ મહેશ ઘરે આવી મને મારા ઘરમાં આવા ઇમિટેશનના ભવાડા ન જોઇએ, હું કહું એટલું જ થવું જોઇએ તેમ કહી માર મારવા લાગ્યા હતા.

બાદમાં તે વધુ ઉશ્કેરાય જઇ આજ તો તને મારી જ નાંખવી છે તેમ કહી મારા વાળ પકડી માથું દીવાલ સાથે અથડાવી પછાડી દીધી હતી. આ સમયે ઘરમાં હાજર બંને પુત્રી છોડાવવા વચ્ચે પડતા પુત્રીઓને પણ બેફામ માર માર્યો હતો. બાદમાં પતિ ધમકી આપી જતા રહ્યાં હતા. માથામાં પોતાને ઇજા થઇ હોય પુત્રી સારવાર માટે હોસ્પિટલ લઇ ગઇ હતી. છેલ્લા બે વર્ષથી કેન્સરની બીમારીમાં સપડાયેલા ઉષાબેને ફરિયાદમાં વધુ જણાવ્યું છે કે, સાસુની ચડામણીથી પતિ પોતાની કે ત્રણેય પુત્રીની કોઇ દેખભાળ કરતા ન હોય ગુજરાન ચલાવવા પતિ સામે કોર્ટમાં ભરણપોષણનો કેસ પણ કર્યો છે. બી ડિવિઝન પોલીસના પીએસઆઇ જે.આર.સરવૈયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...