અકસ્માતમાં વધારો:દિવાળીએ 108ને 20% વધુ કોલ આવ્યા, બે એમ્બ્યુલન્સ વધારાઈ, રાત્રે ફટાકડાને કારણે વાહનોના અકસ્માત વધ્યા

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં દિવાળીના તહેવાર નિમિત્તે અકસ્માતોનું પ્રમાણ ખૂબ વધ્યું છે. આ કારણે 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી.દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે સામાન્ય અકસ્માતના બનાવમાં વધારો આવતો હોય છે. આ જ કારણે 108 ઈએમઆરઆઈએ સાંજના સમયે વધારે એમ્બ્યુલન્સની તૈયારી રાખી હોવાનું શ્રેયસ ગઢિયાએ જણાવ્યુ હતું. 108ના કોલ વિશે તેઓએ જણાવ્યું હતું કે, રાત્રીના સમયે 8થી 12માં સૌથી વધુ કોલ્સ આવ્યા હતા જે સામાન્ય દિવસો કરતા 20 ટકા વધુ છે.

આ કેસમાં દાઝ્યા તેમજ વાહન અકસ્માતના બનાવો વધારે હતા જો કે હજુ વહેલી સવાર સુધી તમામ સ્ટાફ સ્ટેન્ડ ટુ જ અને રજાઓમાં પણ સેવા ચાલુ છે દિવાળીએ ક્યા પ્રકારના કેસ આવ્યા તે માટે સ્ટેસ્ટેટિકલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને પછી પાછલા વર્ષો સાથે સરખાવવામાં આવશે આ કારણે ચાલુ વર્ષે શું ફરક આવ્યો તેમજ હજુ લોકોમાં કેવી જાગૃતિ લાવવાની જરૂર છે જેથી આવા તહેવારના સમયે શક્ય તેટલા અકસ્માતોના બનાવ ઘટાડી શકાય.

અન્ય સમાચારો પણ છે...