વિશ્વ યોગ દિવસ:ખોડલધામ મંદિરમાં વર્ચ્યુઅલ યોગસાધના, દિવ્યાંગો, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, રાજકોટના CP,રાજ્યસભાના સાંસદે યોગ કર્યા

રાજકોટ6 મહિનો પહેલા
ખોડલધામમાં વર્ચ્યુઅલ યોગ કરવામાં આવ્યા.
  • નેશનલમાં ગોળાફેંક જેવી રમતોમાં મેડલ મેળવનાર દિવ્યાંગ સોલનબેન વસોયાએ પણ દિવ્યાંગ હોવા છતાં યોગ કર્યા

21 જુનને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિની યોગસાધના આજે વિશ્વભરમાં પ્રચલિત બની છે. ત્યારે લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક ખોડલધામ મંદિરમાં આજે વર્ચ્યુઅલ યોગ કરવામાં આવ્યા હતા. જેમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ સહિત દિવ્યાંગોએ યોગ કર્યા હતા. વર્ચ્યુઅલ યોગના ઓનલાઇન પ્લેટફોર્મના માધ્યમથી મોટી સંખ્યામાં લોકો જોડાય ઘરે બેઠા યોગ કરી ઉજવણી કરી હતી. બીજી તરફ જસદણમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટના પોલીસ કમિશનર સહિત મોટી સંખ્યામાં લોકોએ યોગ કરી ઉજવણી કરી હતી.

રાજકોટમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનરે યોગ કર્યા.
રાજકોટમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનરે યોગ કર્યા.

ઘરે રહીને લોકો યોગ કરી શકે તે માટે વર્ચ્યુઅલ યોગ ઇવેન્ટનું આયોજન
કોરોના વાયરસની બીજી લહેર લઈને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઓનલાઇન કરીને લોકોને યોગા સાથે જોડી રાખવાનો પ્રયાસ ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા કરાયો છે. 21 જુન યોગ દિવસ નિમિત્તે લોકો પોતાના ઘેર રહીને યોગ કરી શકે અને યોગા અંગેનું માર્ગદર્શન મેળવી શકે તે હેતુથી ખોડલધામ દ્વારા વર્ચ્યુઅલ યોગ કર્યા હતા. દર વર્ષે 21 જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ યોગ કર્યા.
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ યોગ કર્યા.

સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે વર્ચ્યુઅલ યોગ કરવામાં આવ્યા
હાલ કોરોના વાયરસની બીજી લહેરને કારણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન જરૂરી હોય ઉજવણી શક્ય નથી. પરંતુ આ પરિસ્થિતિમાં પણ વધુમાં વધુ લોકો યોગ સાથે જોડાયેલા રહે અને યોગ પ્રત્યે લોકોમાં વધુ જાગૃતિ ફેલાય તે માટે નરેશ પટેલના માર્ગદર્શન મુજબ ખોડલધામ કાગવડ મુકામે 21 જુનના રોજ વર્ચ્યુલ યોગા ઈવેન્ટ થકી ઘર ઘર સુધી યોગા પહોંચાડવાનું કામ કરવામાં આવ્યુ હતું.

ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ પોતાના ઘરે યોગ કર્યા.
ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ પોતાના ઘરે યોગ કર્યા.

ખોડલધામમાં શરીરને કેમ સ્વસ્થ રાખવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું
વિશ્વ યોગ દિવસે યોગના નિષ્ણાત દ્વારા હાલની પરિસ્થિતિમાં શારીરિક, માનસિક, આધ્યાત્મિક રીતે શરીરને કેમ સ્વસ્થ રાખવું તેનું સંપુર્ણ માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતું. ખોડલધામમાં યોજાયેલા વર્ચ્યુઅલ યોગ ઇવેન્ટમાં ખોડલધામના ટ્રસ્ટીઓ સહિત હાસ્ય કલાકાર મનસુખભાઇ વસોયા અને હિતેષ અંટાળા સહિતાનાઓએ યોગ કર્યા હતા. આ ઉપરાંત અનેક વખત નેશનલમાં ગોળાફેંક જેવી રમતોમાં મેડલ મેળવનાર દિવ્યાંગ સોલનબેન વસોયાએ પણ દિવ્યાંગ હોવા છતાં યોગ કર્યા હતા.

કુંવરજી બાવળિયાએ યોગ કર્યા.
કુંવરજી બાવળિયાએ યોગ કર્યા.

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ યોગ કર્યા
યોગ દિવસ નિમિત્તે જસદણમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ યોગ કર્યા હતા. આ ઉપરાંગ ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ પણ પોતાના નિવાસસ્થાને યોગ કર્યા હતા.

ખોડલધામમાં દિવ્યાંગ સોનલબેન વસોયાએ યોગ કર્યા.
ખોડલધામમાં દિવ્યાંગ સોનલબેન વસોયાએ યોગ કર્યા.

રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાં યોગ દિવસની ઉજવણી
રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તેમજ અધિકારીઓએ યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી. પોલીસ કમિશનરે રાજકોટની જનતાને રોગમુક્ત રહેવા નિયમ યોગ કરવા આહવાન કર્યું છે. આજથી મેગા વેક્સિનેશન ડ્રાઇવ શરૂ થનાર છે. તેમાં ઉત્સાહભેર વેક્સિન લેવા પણ અનુરોધ પણ કર્યો છે. અત્યાર સુધી જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા શહેરના 10,000થી વધુ સુપરસ્પ્રેડર્સને વેક્સિન અપાવવામા આવી છે.

રાજકોટમાં વિવિધ જગ્યાએ યોગનું આયોજન.
રાજકોટમાં વિવિધ જગ્યાએ યોગનું આયોજન.
બાળકોથી લઇ વૃદ્ધો સુધી લોકોએ યોગ કર્યા.
બાળકોથી લઇ વૃદ્ધો સુધી લોકોએ યોગ કર્યા.