તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DB ઈમ્પૅક્ટ:રાજકોટમાં રેમડેસિવર ઇન્જેક્શનની અછતનો દિવ્યભાસ્કરે અહેવાલ પ્રકાશિત કર્યો, સરકારે તાબડતોબ 3400 ઇન્જેક્શન મોકલ્યા

રાજકોટ16 દિવસ પહેલા
  • 7 જ કલાકમાં 3400 ઇન્જેક્શનનો જથ્થો રાજકોટના ફાળવી દેવામાં આવ્યો

રાજકોટમાં રેમડેસિવર ઇન્જેક્શન કોરોનાના દર્દી માટે રામબાણ ઈલાજ છે, જેની આજે ભારે અછત સર્જાઇ હતી. ખાનગી હોસ્પિટલમાં તો રેમડેસિવરની અછતને પગલે દર્દીઓને દાખલ કરવાનું બંધ કરી દીધું હતું ત્યારે દિવ્યભાસ્કરના રિયાલિટી ચેક દ્વારા રાજકોટમાં રેમડેસિવર ઇન્જેક્શનની અગત્યતા અને તેની અછત અંગેનો અહેવાલ પ્રકાશિત કરતા તેના ગાંધીનગર સુધી પડઘા પડ્યા હતા અને તાત્કાલિક મેયર સહિતના નેતાઓએ પણ અછત દૂર કરવા 250 ડોઝ ઇન્જેક્શન જથ્થો આવશે તેમ કહ્યું, જયારે દિવ્ય ભાસ્કરના અહેવાલને પગલે 7 જ કલાકમાં 3400 ઇન્જેક્શનનો જથ્થો રાજકોટના ફાળવી દેવામાં આવ્યો હતો.

સબ સલામતના દાવા પોકળ સાબિત થયા
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોનાના વધતાં સંક્રમણને પગલે રેમડેસિવિર ઇન્જેક્શન બનાવતી કંપની મોટા ભાગનો જથ્થો મહારાષ્ટ્ર મોકલી રહી છે, જેની સીધી અસર ગુજરાતમાં થઈ રહી છે. રેમડેસિવિર ઇન્જેકશનની અછતને કારણે રાજકોટમાં કેટલીક કોવિડ હોસ્પિટલોએ એડમિશન પણ બંધ કર્યાં હતા. બીજી તરફ, કલેક્ટર રેમ્યા મોહન અને નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા સબ સલામતના પકડે દાવા કરી રહ્યા હતા અને આ અછતને પગલે રેમડેસિવિર ઇન્જેક્શનનો 3400 ડોઝનો જથ્થો રાજકોટને ફાળવવામાં આવ્યો છે.

મેડિકલ સ્ટોર્સમાં ઇન્જેક્શન મળવા મુશ્કેલ બન્યાં
રાજકોટ મેડિકલ સ્ટોર્સ એસોસિયેશનના પ્રમુખ મયૂરસિંહ જાડેજાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે કોરોના સારવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શન ખૂબ અગત્યતા ધરાવે છે. શરૂઆતથી જ રાજકોટ સાથે અન્યાય થઇ રહ્યો છે. આ ઇન્જેક્શનનો જથ્થો રાજકોટને ઓછો મળી રહ્યો છે. રાજકોટ મેડિકલ એસોસિયેશન દ્વારા આ અંગે અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી રહી છે. હાલ રાજકોટના મેડિકલ સ્ટોર્સમાં રેમડેસિવિર ઇન્જેક્શન મળવા મુશ્કેલ બની ગયાં છે.

ઈન્જેકશનના પૂરતો જથ્થોની માંગ કરવામાં આવી હતી
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવિરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ બીજી તરફ કેટલીક ખાનગી હોસ્પિટલમાં આ ઇન્જેક્શનનો જથ્થો પૂર્ણ થયો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ અને સુરતની જેમ રાજકોટને ઇન્જેક્શનનો પૂરતો જથ્થો આપવા માગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર માટે રાજકોટ આવતા હોય છે. ત્યારે રાજકોટને ઈન્જેકશનનો પૂરતો જથ્થો પહોંચાડવો અનિવાર્ય માનવામાં આવી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો