કાર્યવાહી:રાજકોટ ST વિભાગમાં રુટ વાયોલેશન કરતા વિભાગીય નિયામક લાલઘૂમ, 3 કંડકટર અને 2 ડ્રાઈવર સસ્પેન્ડ

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બસના રૂટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતા કાર્યવાહી થઈ

રાજકોટ ST વિભાગમાં રુટ વાયોલેશન કરતા બસના રૂટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસના આરોપ સર વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ 3 કંડકટર અને બે ડ્રાઈવરને સસ્પેન્ડ કરવાનો હુકમ ફરમાવ્યો છે. હાલ ST વિભાગના ડ્રાઈવર કંડકટર વર્તુળમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

વહિવટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ
આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ આ ડ્રાઈવર કંડકટરોએ ફરજવાળી બસને તેના નિયત રુટને બદલે ઈચ્છા અનુસાર રુટ પર લઈ જઈ રુટ વાયોલેશન કરેલ છે અને રાજકોટ પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ કર્યો છે. આથી સુરેન્દ્રનગર અને મોરબી ડેપોના ત્રણ કંડકટરો અને બે ડ્રાઈવરોને સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે. આ પ્રક્રિયામાં સસ્પેન્ડ થયેલા ડ્રાઈવર અને કંડકટરોએ સહકાર ન આપવા તથા સમગ્ર બનાવને યેનકેન પ્રકારે રફે-દફે કરવા આધાર પુરાવા વિનાનાં આક્ષેપ અને પ્રતિઆક્ષેપ કરી વહિવટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.

જાહેરનામાનો ભંગ કર્યો હતો
સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ સુરેન્દ્રનગર ડેપોના બે કંડકટર અને બે ડ્રાઈવરો કે જેઓ સુરેન્દ્રનગર-રાજકોટ વાયા ચોટીલા રુટ તેમજ સુરેન્દ્રનગર, સોમનાથ રુટમાં ફરજ બજાવતા હતા અને બસ લઈ ફરજ પર નીકળ્યા હતાપરંતુ તેઓએ મનસ્વી રીતેના રુટ પર બસો ચલાવી જાહેરનામાનો ભંગ કર્યો હતો. આજ રીતે રાજકોટ-મોરબી વાયા ટંકારા રુટના કંડકટરે પણ રુટ વાયોલેશન કર્યુ હોય તેઓને પણ સસ્પેન્ડ કરવાનો હુકમ રાજકોટ વિભાગીય નિયામક દ્વારા કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...