તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રથમ કારોબારી:જિલ્લા પંચાયતની પ્રથમ કારોબારી 10મીએ, 17માંથી 9 મુદ્દા અત્યંત મહત્વપૂર્ણ

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેટા ઓપરેટરો, ડ્રાઈવર અને પટાવાળાની સુવિધા આઉટસોર્સિંગથી પૂરી પાડવા, સાજડિયાળી-મેઘાવડ વચ્ચે રોડના કામને બહાલી અપાશે

રાજકોટ જિલ્લા પંચાયતની નવી બોડીની પ્રથમ કારોબારી 10મી મેના રોજ યોજાશે. જે માટે હાલ 17 મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા છે. જેની ચર્ચા થયા બાદ તેને બહાલી આપવામાં આવશે. મહત્વની વાત એ છે કે, 17 મુદ્દાઓમાંથી 9 મુદ્દા અત્યંત મહત્વપૂર્ણ છે, જેમાં ડેટા ઓપરેટરો, ડ્રાઈવર અને પટાવાળાની સુવિધા મળી રહે તે માટે આઉટસોર્સિંગ મારફતે ભરતી કરવાની વાતને બહાલી આપવામાં આવશે. એટલુ જ નહીં જામકંડોરણાના સાજડિયાળી મેઘાવડ વચ્ચેના 4 કિલોમીટરના રોડનું નિર્માણ કરવા પણ બહાલી અપાશે.

ઉપલેટાના ઘણા એવા ગામો છે જ્યાં ગ્રામપંચાયતની હાલત અત્યંત કફોડી છે અને તેને નવું રૂપ આપવાની જરૂરિયાત છે તે માટે લાઠ, વડાળી, મેરવદર, કોલકી ગામમાં નવી ગ્રામપંચાયત કચેરી બનાવામાં આવશે, જે અંગેની બહાલી પણ અાપવામાં આવશે. સામે ગોંડલના વોરાકોટડા ગામમાં સુવિધાપથ હેઠળ સીસી રોડ બનાવાની રજૂઆત જિલ્લા પંચાયતી કારોબારી બેઠકમાં કરવામાં આવી છે, જેને પણ બહાલી આપવામાં આવશે.

બીજી તરફ કુવાડવા મુકામે તલાટી મંત્રી માટેના ક્વાર્ટર કમ પંચાયતઘરનું નિર્માણ કરવા માટેના મુદ્દાને પણ કારોબારીની કાર્યસૂચીમાં સ્થાન આપવામાં આવ્યું છે. સામે ઉપલેટાના પાનેલી ગામે એમઆઈ સ્કીમ હેઠળ જે કામગીરી ચાલી રહી છે, તે કામની મુદત વધારવા માટે પણ દરખાસ્ત કરવામાં આવી છે, પરંતુ પ્રશ્ન એ છે કે, કામની મુદત વધારવા માટેની જરૂરીયાત શું કામ પડી, ક્યાં તબક્કે કામ પહોંચ્યું છે. ક્યાં અવરોધ આવ્યા છે આ તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. સામે પડધરી તાલુકામાં ઉકરડા ચેકડેમને રિસ્ટોર કરવા અને તેને મજબૂત કરવા માટેની કામગીરી માટેના ટેન્ડરને મંજૂર કરવા પણ કાર્યસૂચિમાં સ્થાન અપાયું છે.

માત્ર એટલુ જ નહીં, રાજકોટ જિલ્લા પંચાયતની કચેરી ખાતે નવા જનરેટર સેટ મુકાવા માટેની દરખાસ્ત પણ કરવામાં આવેલી છે, જે અંગેની બહાલીનો નિર્ણય કારોબારી બેઠકમાં લેવાશે. સામે અધ્યક્ષસ્થાનેથી 3 ઠરાવોને પણ પસાર કરવામાં આવશે. બીજી તરફ જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી બોડીની આ પ્રથમ કારોબારી બેઠક હોવાથી અનેક વિકાસલક્ષી કાર્યોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...