તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસ્તાના કામમાં ગેરરીતિ:જિલ્લા પંચાયતના પ્રમુખ-DDOની જાણ બહાર રસ્તાને થીગડાં લાગ્યા!

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પંચાયતના પટાંગણમાં જ થતાં કામ અંગે આક્ષેપો કર્યા હતા, તપાસની બાંહેધરી અપાઈ હતી છતાં કામ ચાલુ કરી દેવાયું

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ ભૂપત બોદર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, જિલ્લા પંચાયતના પટાંગણમાં જે રસ્તો બનાવવામાં આવ્યો છે તેમાં નબળું કામ થયું છે. જે અંગેની વિગતવાર તપાસ હાથ ધરવા માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ સમિતિ નીમવાની પણ વાત કરી હતી.

પ્રમુખ દ્વારા દાવો પણ કરવામાં આવ્યો હતો કે, જે કોઈ લોકોએ રસ્તાના કામમાં ગેરરીતિ આચરી હશે તેમને બક્ષવામાં નહીં આવે. ત્યારે જિલ્લા પંચાયતના પટાંગણમાં પ્રમુખ અને ડીડીઓની જાણ બહાર રસ્તાના સમારકામ કરવામાં આવ્યા હતા. હાલ જે આરોપો અને આક્ષેપો જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા કરવામાં આવ્યા છે તે માત્ર આક્ષેપો જ છે જેનું એક માત્ર કારણ એ છે કે, જે યોગ્ય અને પૂરતા પુરાવાઓ હોવા જોઈએ તે નથી.

જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવસિયાએ પણ જણાવ્યું હતું કે, આ કેસમાં 2 માસ પૂર્વે જ કાર્યપાલક ઈજનેરને કામનું ચૂકવણું ન કરવા જણાવ્યું હતું, જેના પગલે હજુ સુધી એક પણ રૂપિયો ચૂકવાયો નથી. જો કે, પંચાયતની કચેરીમાં રસ્તા પર થીગડાં મારવાનું કામ હજુ પણ ચાલુ જ છે.

ખ્યાલ નથી કે રસ્તાનું કામ થઇ રહ્યું છે : DDO
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતના પટાંગણનો રસ્તો ખરાબ હોવાથી એજન્સીને હજુ ચૂકવણું કરવામાં આવ્યું નથી, અને વધુ તપાસના આદેશ પણ કરવામાં આવ્યા છે, જેને અનુલક્ષી વિશેષ તપાસ સમિતિ નિયુક્ત કરવામાં આવી છે, જેના રિપોર્ટ પરથી આગળની તપાસ હાથ ધરાશે. ત્યારે રજાના દિવસે આદેશનો અનાદર ક્યા કારણે કરવામાં આવ્યો તે સહેજ પણ યોગ્ય નથી. જે રસ્તા પર થીગડાં મારવાનું કામ થઇ રહ્યું છે તેનો ખ્યાલ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો