તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આજથી દાવેદારી થશે, રાજકોટ જિલ્લામાં 9.42 લાખ મતદાર

રાજકોટ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • તાલુકા પંચાયતો માટે પણ ફોર્મ ભરવાનું શરૂ

રાજકોટ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ઉપાડવાની શરૂઆત સોમવારથી થનારી છે. તા.8થી 13 તારીખ દરમિયાન ફોર્મની કાર્યવાહી થશે અને 15મીએ ફોર્મની ચકાસણી થશે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે એક જ મતદાન મથક રહેશે અને મતદારે બંને પંચાયત માટે રાખેલા અલગ અલગ ઈવીએમમાં મત આપવાનો રહેશે.રાજકોટ જિલ્લા પંચાયત અને તમામ 11 તાલુકા પંચાયતમાં 9.42 લાખ મતદાર નોંધાયા છે.

જેમાં સૌથી વધુ મતદારો ગોંડલ તાલુકામાં 1.40 લાખ છે તેમજ સૌથી ઓછા મતદારો જામકંડોરણામાં 59133 છે. આ સિવાય ગોંડલ નગરપાલિકામાં 88738 મતદાર નોંધાયા છે અને તે ચૂંટણી માટે ગોંડલ પ્રાંત અધિકારી અને મધ્યાહ્ન ભોજનના નાયબ કલેક્ટરને આર.ઓ. બનાવાયા છે. જિલ્લા પંચાયતની 36 સીટ અને 11 તાલુકા વચ્ચે 8 ચૂંટણી અધિકારીની નિમણૂક કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો