તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:ઘંટેશ્વર ખાતે જિલ્લાકક્ષાની ઉજવણીઃ 15મી ઓગસ્ટનો કાર્યક્રમ 26 મીનિટમાં પૂર્ણ કરાશે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના વોરિયર્સના સન્માન માટે નામો મગાવાયા

15મી ઓગસ્ટની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી ઘંટેશ્વર ખાતે કરવાનો નિર્ણય કરાયો છે અને સ્વાતંત્ર પર્વની ઉજવણીનો કાર્યક્રમ રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ 26 મિનિટમાં પૂરો કરાશે. તેમજ આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે નહીં. તેમજ ધ્વજવંદન પુરવઠા મંત્રી જયેશ રાદડિયાના હસ્તે કરાશે.

અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, જિલ્લા કક્ષાની ઉજવણી ઘંટેશ્વર ખાતે અને શહેર કક્ષાની ઉજવણી ચૌધરી હાઇસ્કૂલ ખાતે કરાશે. બન્ને કાર્યક્રમ માટે રિહર્સલ 14મી ઓગસ્ટે કરાશે. લોકડાઉન દરમિયાન સારી કામગીરી કરનારા કોરોના વોરિયર્સનું સન્માન કરાશે. પ્રાંત અધિકારીઓ, મામલતદારો, નગરપાલિકાઓ, કોર્પોરેશન, પોલીસ સહિતનાઓને સારી કામગીરી કરનારાઓના નામ મોકલવા સૂચના અપાય છે. કાર્યક્રમમાં 150થી વધુ લોકો ઉપસ્થિત રહી શકશે નહીં. તાલુકા કક્ષાએ 100 અને ગ્રામ્ય કક્ષાના કાર્યક્રમમાં 50 લોકો ઉપસ્થિત રહી શકશે.

અન્ય સમાચારો પણ છે...