તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરપ્રાઈઝ વિઝીટ:રાજકોટમાં જિલ્લા કલેક્ટરે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી, કહ્યું- સંભવિત થર્ડ વેવમાં સેકન્ડ વેવની જેમ વાહનોની કતારો ન લાગે તે માટે યોગ્ય મેનેજમેન્ટ ગોઠવાશે

રાજકોટએક મહિનો પહેલા
મે​​​​​​​ડિકલ, પેરામેડિકલ સ્ટાફ સાથે બેઠક કરી
  • થર્ડ વેવ પહેલા સિવિલ હોસ્પિટલની સ્થિતિની સમીક્ષા કરી

રાજકોટમાં હાલ કોરોના કાબૂ પર છે. ત્યારે ત્રીજી લહેરની આગમચેતી સ્વરૂપે આજે રાજકોટ સિવિલ હોસ્પિટલની કલેક્ટર અરૂણ મહેશ બાબુએ સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, સેકન્ડ વેવની જેમ વાહનોની કતારો ન લાગે તે માટે યોગ્ય મેનેજમેન્ટ ગોઠવાશે. આ ઉપરાંત કોરોનાની ત્રીજી લહેર અંગે તબીબો સાથે ચર્ચા પણ કરી હતી.

સિવિલના ડોક્ટરો, મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ સાથે બેઠક કરી
રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ સિવિલ હોસ્પિટલની મુલાકાતે લીધી હતી. જેમાં તેમણે થર્ડ વેવ પહેલા સિવિલ હોસ્પિટલની સ્થિતિની સમિક્ષા કરી હતી. આ સાથે જિલ્લા કલેક્ટરે સિવિલની વ્યવસ્થા હજુ સારી બને તે માટે સિવિલના અધિકારીઓ અને ડોક્ટરો સાથે ચર્ચા કરી હતી. આ અંગે કલેકટરે જણાવ્યું હતું કે, બાળકો માટે 100 બેડની હોસ્પિટલ શરૂ કરાશે. સેકન્ડ વેવની જેમ વાહનોની કતારો ન લાગે તે માટે યોગ્ય મેનેજમેન્ટ ગોઠવાશે. આગામી સમયમાં સિવીલના ડોક્ટરો, મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ સાથે બેઠક કરી.

મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ સાથે બેઠક કરી
મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ સાથે બેઠક કરી

બાળકો કોરોના મુક્ત થઈ શકે તેની ખાસ તકેદારી રાખશું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને તૈયારીઓ થઈ ચૂકી છે. કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને વધુ ખતરો હોવાથી જિલ્લા અને શહેરમાં બાળકો કોરોના મુક્ત થઈ શકે તેની ખાસ તકેદારી રાખશું. બેડની વ્યવસ્થા અને ખાનગી અને સરકારી તબીબો માટેની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને તૈયારીઓ થઈ ચૂકી
રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને તૈયારીઓ થઈ ચૂકી

નેશનલ કમિશન ફોર સફાઈ કર્મચારી આયોગના સભ્ય રાજકોટમાં
નેશનલ કમિશન ફોર સફાઈ કર્મચારી આયોગના સભ્ય અંજના પવાર રાજકોટની મલાકાતે છે. સફાઈ કામદાર સંગઠનો સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક શરૂ કરવામાં આવી છે. સફાઈ કર્મચારીઓએ અનેક પ્રશ્નો કર્યા રજૂ કર્યા છે. અંજના પવારની હાજરીમાં અધિકારીઓને સફાઈ કર્મચારી સંગઠનોએ ઉધડા લીધા છે. સફાઈ કર્મચારીઓની કાયમી કરવાની માંગ કરવામાં આવી છે. સફાઈ કર્મચારીઓની 441 જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી હોવાથી વહેલી તકે ભરતી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...