તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપ-કોંગ્રેસ અને આપના દાવેદારો મેદાને:જિલ્લા ભાજપનો તાયફો, બહુમાળી ભવન પાસે વાહનો ખડકી દીધા

રાજકોટ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચાલકો રસ્તો ઓળંગી ન શક્યા પણ તંત્રને ન દેખાયું પ્રદર્શન, CCTVની આંખો મિંચાઈ ગઈ

રાજકોટ જિલ્લા પંચાયતમાં દાવેદારી કરવા માટે ભાજપે રાત્રે લિસ્ટ જાહેર કર્યું અને તે મુજબના ઉમેદવારો શુક્રવારે ફોર્મ ભરવા માટે તૈયાર થયા હતા. રાજકોટ, લોધિકા, પડધરી, કોટડાસાંગાણી, ગોંડલ અને જેતપુર તાલુકામાં આવતી સીટના ઉમેદવારોના ફોર્મ રાજકોટની કચેરીઓમાં હોવાથી જિલ્લા ભાજપે બધા ઉમેદવારોને રાજકોટ બોલાવ્યા હતા અને રેસકોર્સમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે એકઠા કરી મંજૂરી વગર તાયફો જમાવ્યો હતો.

નેતાઓ અને દાવેદારોએ પોતાના વાહન રસ્તા પર ઊભા રાખી દીધા હતા અને ટોળે વળીને એકબીજાના ગળે મળી રહ્યા હતા, મોટાભાગનાએ માસ્ક પહેર્યુ ન હતું. ત્યાંથી પસાર થતા વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી અને ટ્રાફિક થયો હતો જો કે તંત્રને આ કોઇ ટોળા કે ભીડ દેખાઈ ન હતી અને ચોકમાં લગાવેલા આઈ-વે પ્રોજેક્ટના સીસીટીવી કેમેરાની પણ આંખો મિંચાઈ હોય તેમ તેમાં જોઈને પણ કોઇ ટ્રાફિક દૂર કરવા આવ્યું ન હતું.

જિલ્લા ભાજપના આગેવાનો નાગદાન ચાવડા, બાબુ નસિતને સ્થળ પર જ પ્રશ્ન કરાયો હતો કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ યોગ્ય છે? તો તેના જવાબમાં સરેઆમ જુઠ્ઠાણુ ચલાવી કહ્યું કે અમલ થઈ રહ્યો છે. જિલ્લા ભાજપના ઉમેદવારોએ પોત પોતાના ફોર્મ રજૂ કર્યા હતા. અમુક ઉમેદવારો જૂની કલેક્ટર કચેરી જ્યારે અમુક જિલ્લા પંચાયત પહોંચ્યા હતા. ત્યાં ફોર્મ રજૂ કરીને કાર્યવાહી પૂરી કરી હતી. જ્યારે કોંગ્રેસનું લિસ્ટ શુક્રવારે જ જાહેર થયું હતું અને અમુક ફોર્મ પણ ભરાઈ ગયા છે જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પણ લોધિકાની સીટ પર દાવેદારી નોંધાવી છે.

રાજકોટ જિલ્લા ભાજપે મંજૂરી વગર કરી નાખી સભા
જિલ્લા અને તાલુકા પંચાયતના દાવેદારો નક્કી કર્યા બાદ કોઇપણ પ્રકારની જાહેરાત કે મંજૂરી લીધા વગર જિલ્લા ભાજપના આગેવાનોને બોલાવી રેસકોર્સ પાસે ભેગા કર્યા હતા. નેતાઓએ ચોક વચ્ચે જ વાહનો રાખીને રોડ બંધ કરી દીધો હતો અને ટોળા વળ્યા હતા, દોઢ કલાક સુધી આખો ચોક બાનમાં લીધો આમ છતાં તંત્રની અને CCTVની પણ આંખી મીચી દેવાઈ હતી.

એક દી’માં 93 ફોર્મ ભરાયાં
રાજકોટ જિલ્લા પંચાયતની બેઠકો પર એક જ દિવસમાં 93 ફોર્મ ભરાયા છે આ સાથે કુલ 101 ઉમેદવારો નોંધાયા છે. રાજકોટ હેઠળની સીટમાં 27 ફોર્મ આવ્યા જ્યારે લોધિકા, પડધરી અને કોટડાસાંગાણીમાં 18, જસદણમાં 14, ગોંડલમાં 14 અને જેતપુરમાં 4 ફોર્મ જમા થયા છે. બધી બેઠકો પર ભાજપના ફોર્મ ભરાયા છે જ્યારે કોંગ્રેસના અડધાથી વધુ બાકી છે. આમ આદમી પાર્ટીએ પણ કેટલીક બેઠકો પર ઉમેદવારી નોંધાવી છે.

​​​​​​​​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો