તૈયારી:રાજકોટ જિલ્લામાં સહકારી સંસ્થા બાદ ગ્રામપંચાયતોની ચૂંટણીના પડઘમ, ગામડાંઓમાં મતદાર યાદી સુધારણા કામગીરી હાથ ધરાઇ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • રાજકોટ જિલ્લાની 546 ગ્રામ પંચાયતોમાંથી મુદ્દત પુરી થતી હોય તેવી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે

કોરોના કહેર શમી જતાં જ તાજેતરમાં સહકારી સંસ્થાઓથી માંડીને ગાંધીનગર મહાપાલિકા સુધીની ચૂંટણીઓ યોજાઈ ગયા બાદ હવે ગ્રામ પંચાયતોમાં પણ ચૂંટણી નજીક આવી રહી છે. રાજકોટ જિલ્લામાં 546 ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી ટૂંક સમયમાં યોજાઇ તેવી શક્યતા સેવાય રહી છે, જેને અનુલક્ષીને હાલ ગામડાંઓની મતદાર યાદીમાં સુધારણાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં 546 ગ્રામ પંચાયત
31 માર્ચ 2022 સુધીમાં જેની મુદ્દત પૂરી થતી હોય એવી રાજકોટ જિલ્લાની 546 ગ્રામ પંચાયતો પૈકી મહત્તમ 464 ગ્રામ પંચાયત એવી છે જેની વોર્ડ સંખ્યા 8-8 અને 10 વોર્ડ વાળી 60, 12 વોર્ડ ધરાવતી 13, 14 વોર્ડવાળી 5, 16 વોર્ડ ધરાવતી 3 અને 20 વોર્ડવાળી માત્ર 1 ગ્રામ પંચાયતનો સમાવેશ છે.

ગ્રામ પંચાયતોમાં 50 ટકા મહિલા અનામતની જોગવાઇ
આ ગ્રામ પંચાયતોમાં 50 ટકા મહિલા અનામતની જોગવાય સાથે 2011ની વસતી ગણતરીના આંકડાના આધારે થયેલા સીમાંકન મુજબ ચૂંટણી થશે. આ માટે વિધાનસભાની તા.1-1-2021ની સ્થિતિએ લાયકાતવાળી મતદાર યાદી પરથી નવી મતદાર યાદી બનાવવા સૂચનાઓ જારી થઈ છે. આજે આ યાદીની પ્રાથમિક પ્રસિદ્ધ સાથે જ નામ ઉમેરવા, રદ કરવા કે સુધારવા માટે અરજીઓ સ્વીકારવાનું શરૂ થઈ ગયું છે, જે અંતર્ગત આવતીકાલ સુધી ફોર્મ સ્વીકારાશે અને પૂરવણી સાથે મતદાર યાદીની આખરી પ્રસિદ્ધી તારીખ 28 ઓક્ટોબરે થશે.