તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશનને વેગ:રાજકોટ જિલ્લામાં 1 એપ્રિલ સુધીમાં 1,17,628 લોકોએ વેક્સિન મૂકી, 40 ગામમાં 60 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી અપાઇ

રાજકોટએક મહિનો પહેલા
રાજકોટ જિલ્લામાં કોરોના વેક્સિન લેવા માટે લોકોની પડાપડી.
  • 1 એપ્રિલના રોજ અત્યાર સુધીમાં રેકોર્ડબ્રેક 17,145 લોકોને કોરોનાની રસી આપવામાં આવી
  • યાત્રાધામ વિરપુરના પત્રકારોને કોરોના વેક્સિન માટે લેટર પેડ પર લખાણ માગ્યું

સમગ્ર ગુજરાતમા 1 એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે 1 એપ્રિલના રોજ રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને એટલે કે 17,145 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 45 વર્ષથી ઉપરના કુલ 1,17,628 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. તેમજ રાજકોટ જિલ્લાના 40 ગામમાં 60 વર્ષથી ઉપરની ઉંમર ધરાવતા તમામ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજકોટ જિલ્લામાં રસીકરણને વેગ
રાજકોટ જિલ્લામાં કોરોના સામે લોકોને રક્ષણ મળી રહે તે માટે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા અભિયાન સ્વરૂપે રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. સરકારની માર્ગદર્શિકા મુજબ પ્રથમ તબક્કામાં કોરોના વોરિયર્સ અને ત્યારબાદ 60 વર્ષથી વધુ વય ધરાવનારા તમામ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવા જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન અને જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાના માર્ગદર્શન નીચે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીતેષ ભંડેરીની સાથે આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ દ્વારા ઝૂંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે. જેના પરિણામે અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લાના 40 જેટલા ગામડાઓમાં 60 વર્ષથી વધુ વય ધરાવતાં તમામ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

ગામડામાં રસીકરણના અભિયાનને લોકોએ સહકાર આપ્યો.
ગામડામાં રસીકરણના અભિયાનને લોકોએ સહકાર આપ્યો.

આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણની કામગીરી પૂરજોશમાં
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીતેષ ભંડેરીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની કોરોના રસીકરણ સંદર્ભેની માર્ગદર્શિકાના સંપૂર્ણ પાલન સાથે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે અત્યાર સુધીમાં જિલ્લાના 40 જેટલા ગામોમાં વસતા 60 વર્ષથી વધુ વય ધરાવતા તમામ લોકોને રસી આપવામાં આવી છે.

40 ગામમાં 60 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી અપાઇ.
40 ગામમાં 60 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી અપાઇ.

40 ગામમાં 60 વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી અપાઇ
આ 40 ગામોમાં લોધીકા તાલુકાના ઉંડ ખીજડીયા, છાપરા, મેટોડા, ખીરસરા, જસવંતપુર અને રતનપર, કોટડા સાંગાણીના રાજગઢ, ભાડવા, હડમતાળા અને ખરેડા, જેતપુર તાલુકાના નવી સાંકળી તથા પ્રેમગઢ, જામ કંડોરણાના માત્રાવડ (નવા), મેઘવડ, ઈશ્વરીયા, પીપરડી અને તરાવડા, ગોંડલ તાલુકાના નાના મહિકા અને ગુંદાસર, ધોરાજી તાલુકાના નાની વાવડી, પડધરી તાલુકાના દેપળીયા, મોવિયા, મેટોડા, અડબાલકા, અમરેલી, બાધી, ચણોલ નવી, ઢોકળીયા, ડુંગરકા, ફતેપર, કેરાલા, ખંભાળા, ખીજડીયા નવા, નાનાવડા અને રામપર મોટા, રાજકોટ તાલુકાના સાજડીયાળી સુકી અને રાજ સમઢીયાળા, ઉપલેટા તાલુકાના ચારેલીયા અને તણસવા તેમજ વીંછીયા તાલુકાના ઉમટ વીડ ગામોનો સમાવેશ થાય છે.

યાત્રાધામ વિરપુરના પત્રકારોને કોરોના વેક્સિન માટે લેટર પેડ પર લખાણ માગ્યું
યાત્રાધામ વિરપુર જલારામધામના પત્રકારોને સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વેક્સિન આપવાની ફરજ પરના રજીસ્ટ્રેશન કરતા અધિકારીએ ચોખ્ખી ના પાડી દીધી હતી. જ્યારે ગોંડલ પ્રાંત અધિકારી રાજેશ આલના જણાવ્યા મુજબ પત્રકારોને પોતાના પ્રેસ-મીડિયાનું આઈકાર્ડ અને આધાર કાર્ડ જ આપવાનું હોય આ બન્ને પ્રૂફ બતાવીને પત્રકારો કોરોના વેક્સિન લઈ શકે છે. પરંતુ વિરપુર સરકારી હોસ્પિટલમાં ફરજ પરના અધિકારી જાણે ચા કરતા કીટલી ગરમ હોય તેમ પ્રાંત અધિકારીના સૂચનાઓની ઉપરવટ થઈને સરેઆમ ઉલ્લંઘન કરી લીરેલીરા ઉડાવ્યા હતા. પત્રકારો આજે સવારના સમયે સિવિલ હોસ્પિટલ ખાતે પોતાને વેક્સિન માટેના રજિસ્ટ્રેશન કરાવવા ગયા ત્યારે આ અધિકારીએ પત્રકારોને એવું જણાવ્યું હતું કે તમારે વેક્સિન લેવી હોય તો તમે જે કંપનીના એમ્પ્લોય હોય તેનો લેટર પેડ સાથે લેતા આવો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો