• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Distribution Of More Than 23 Lakh Voter Slips With Barcodes In The District, Complete Details Of The Voter Will Be Obtained By Scanning The Code

રાજકોટના સમાચાર:જિલ્લામાં બારકોડવાળી 23 લાખથી વધુ મતદાર સ્લીપનું વિતરણ, કોડ સ્કેન કરતા મળશે મતદારની સંપૂણ વિગત

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઘરે ઘરે જઈને નાગરિકોને સ્લીપ આપવામાં આવી - Divya Bhaskar
ઘરે ઘરે જઈને નાગરિકોને સ્લીપ આપવામાં આવી

રાજકોટ જિલ્લામાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં વિવિધ કામગીરીઓ વેગવાન બની છે. રાજકોટ જિલ્લાના આઠ વિધાનસભા વિસ્તારોમાં બારકોડવાળી મતદાર માહિતી સ્લીપનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા 23,07,237 મતદાર માહિતી સ્લીપ છાપવામાં આવી છે. આ સ્લીપ તમામ વિધાનસભા મત વિસ્તારોમાં પહોંચાડી દેવામાં આવી છે. હાલમાં બૂથ લેવલ ઓફિસરો દ્વારા ઘરે ઘરે જઈને નાગરિકોને સ્લીપ આપવામાં આવી રહી છે. જિલ્લાના તમામ મતક્ષેત્રોમાં આ વિતરણ 25મી નવેમ્બર સુધી ચાલશે.

મતદાન મથકનો ગુગલ મેપ પણ અપાયો
મહત્વનું છે કે, મતદાર માહિતી સ્લીપમાં આ વખતે ફોટોને બદલે બારકોડ પ્રિન્ટ કરવામાં આવ્યો છે. આ બારકોડ સ્કેન કરતા જ મતદારની વિગતો સામે આવે છે. ઉપરાંત આ સ્લીપમાં મતદારનું નામ, વિધાનસભા મત વિસ્તાર, મતદાર ઓળખપત્ર નંબર, ભાગ નંબર તથા ભાગનું સરનામું, મતદારનો ક્રમાંક, મતદાન મથકનું નામ, CEOની વેબસાઇટ તથા ટોલ ફ્રી નંબર 1950 - વિગત દર્શાવવામાં આવી છે. મતદાર સ્લીપની પાછળની બાજુએ મતદાન મથકનો ગુગલ મેપ પણ આપવામાં આવ્યો છે.

મતદાન કરવા કોઈપણ એક માન્ય પુરાવો સાથે રાખવો પડશે
રાજકોટ જિલ્લામાં વિતરિત થતી આ સ્લીપમાં મતદાનની તા. 01-12-2022 તેમજ મતદાનનો સમય સવારે ૮થી સાંજે ૫ પણ દર્શાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે, નાગરિકો મતદાન કરવા જતી વખતે આ સ્લીપની સાથે મતદાર ઓળખપત્ર અથવા તો ચૂંટણીપંચે માન્ય કરેલા 12 પુરાવાઓ પૈકીનો કોઈપણ એક માન્ય પુરાવો સાથે રાખીને મતદાન કરી શકશે.જેમાં આધારકાર્ડ, મનરેગા જોબકાર્ડ, બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલા ફોટો સહિતની પાસબુક, શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા હેલ્થ ઇન્સ્ટરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાનકાર્ડ, એન.પી.આર. હેઠળ આર.જી.આઈ. દ્વારા આપવામાં આવેલા સ્માર્ટકાર્ડ,ભારતીય પાસપોર્ટ, ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ, કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/ જાહેરસાહસો/ પબ્લિક લિમિટેડ કંપનીઓના કર્મચારીઓને આપવામાં આવેલું ફોટો ધરાવતું ઓળખકાર્ડ, સંસદસભ્ય/ ધારાસભ્ય/ વિધાન પરિષદના સભ્યને આપવામાં આવેલા અધિકૃત ઓળખકાર્ડ,યુનિક ડિસેબિલિટી આઈ.ડી કાર્ડ પૈકી એક પુરાવો સાથે રાખવાનો રહેશે