તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્યાવરણ પ્રેમીની અનોખી પહેલ:વિસર્જન બાદ મૂર્તિઓની દૂર્દશાથી વ્યથિત રાજકોટની મહિલાએ ચોખા-હળદરમાંથી મૂર્તિઓ બનાવવાનું મિશન આદર્યું

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૂળ રાજકોટની મહિલાએ પ્લાસ્ટીકથી પર્યાવરણને થતા નુકસાનને રોકવા માટે પણ અનોખું મિશન શરૂ કર્યું છે
  • પ્લાસ્ટીકમાંથી ચટાઈ બનાવવાનું કામ મહિલાઓને શીખવાડીને તેમને પગભર પણ બનાવે છે

મૂળ રાજકોટના અને હાલ મુંબઈ સ્થાયી થયેલા રિન્ટુ કલ્યાણી રાઠોડે વિસર્જન બાદ ગણેશજીની મૂર્તિઓની તરછોડાયેલી હાલત નિહાળીને અત્યંત પીડા અનુભવતા હતા. તેના ઉકેલ માટે તેમણે ચોખા, ચોકલેટ, હળદરમાંથી ગણેશજી બનાવવાનું શરૂ કર્યું. હવે તેઓ સાત્વિક અને પર્યાવરણ માટે અનુકૂળ એવી ચીજવસ્તુઓમાંથી ગણેશજીની મૂર્તિ બનાવવામાં નિષ્ણાંત બની ગયાં છે. એટલું જ નહીં તેઓ અન્ય લોકોને પણ આવી મૂર્તિઓ બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનું અને તાલિમ આપવાનું કામ કરે છે. સાથે જ તેમણે બહેનોને રોજગારી મળે, ગરીબોને મદદરૂપ થઇ શકે તે માટે પ્લાસ્ટિકનો રિ- સાઇકલ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

અલગ- અલગ વિસ્તારમાંથી પ્લાસ્ટિક ભેગું કર્યા બાદ તેમાંથી ચટાઈ બનાવે છે.આ ચટાઈ ગરીબ અને સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને વિનામૂલ્યે આપે છે. પ્લાસ્ટિકમાંથી ચટાઇ બનાવવાનું કામ જરૂરિયાતમંદ પરિવારની બહેનોને આપી તેને પગભર કરે છે. અત્યાર સુધી મહારાષ્ટ્ર, નેપાળ, કેરળ, મુંબઇ સહિત દેશભરમાં થેપલા, અનાજ, વગેરે પહોંચાડવામાં આવ્યું છે. આ માટે ફૂડ કલેક્શન પણ રાખવામાં આવે છે. પ્લાસ્ટિકના વપરાશથી પર્યાવરણને નુકસાન થતું જોઇને પહેલી જાન્યુઆરી 2021 ના રોજ એક પ્રોજેક્ટ શરૂ કર્યો. જે અંતર્ગત વપરાયેલા પ્લાસ્ટિકનું કલેક્શન સેન્ટર શરૂ કર્યું છે.

આ પ્લાસ્ટિક આવ્યા બાદ તેને સાફ કરીને સ્વચ્છ કરવામાં આવે છે. જેમાંથી ચટાઇ બનાવવામાં આવે છે. આ ચટાઇ બનાવવાનું કામ બહેનોને જ સોંપવામાં આવે છે. આ પ્રોજેક્ટથી પર્યાવરણને થતું નુકસાન અટક્યું છે, બહેનો પગભર બની છે અને ખુલ્લા અને સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને મદદ મળી છે.

ગણેશજીનું વિસર્જન દૂધમાં જ કરાય છે અને તે દૂધ અનાથાશ્રમ અને ગરીબોને આપવામાં આવે છે
રિન્ટુબેને જણાવ્યું હતું કે આજથી 10 વર્ષ પહેલા ગણેશોત્સવ બાદ ગણેશજીનું વિસર્જન કરેલી મૂર્તિની દુર્દશા જોઇ.આ બાદ ચોકલેટ, ચોખા અને હળદર એમ અલગ- અલગ ખાવાની ચીજવસ્તુમાંથી ગણેશજી બનાવવાનું શરૂ કર્યું. ગણેશોત્સવ બાદ ગણેશજીનું વિસર્જન દૂધમાં કરવામાં આવે છે અને આ દૂધ અનાથાશ્રમ અને ગરીબ પરિવારના બાળકોને આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...