તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિવેદન:નરેશ પટેલના નિવેદનથી રાજકોટમાં કરણી સેનામાં અસંતોષ, અધ્યક્ષે કહ્યું- ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનોમાંથી CM બનવા જોઇએ

રાજકોટ3 મહિનો પહેલા
રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જે.પી. જાડેજા
  • શંકરસિંહ વાઘેલાને CM પદ માટે યોગ્ય ગણાવ્યા

રાજકોટમાં થોડા દિવસ પહેલા કાગવડ ખાતે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, પટેલ સમાજમાંથી કોઈ CM બને. જેના પ્રતિકાર સ્વરૂપે આજે રાજકોટમાં રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જે.પી. જાડેજાએ ચોંકવનારું નિવેદન આપતા ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનોમાંથી CM બનાવવાની માંગ કરી હતી અને શંકરસિંહ વાઘેલાને CM પદ માટે યોગ્ય ગણાવ્યા હતા.

CM ક્ષત્રિય સમાજમાંથી હોય તેવી ઈચ્છા વ્યક્ત કરી
ઉલ્લેખનીય છે કે નરેશ પટેલના નિવેદનથી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. પ્રત્યેક સમાજ દ્વારા મુખ્યમંત્રી પદ તેના સમાજનાં કોઈ વ્યક્તિને મળે તેવી ઈચ્છા વ્યક્ત કરાય રહી છે. ત્યારે હવે રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાના અધ્યક્ષ જે. પી. જાડેજાએ પણ મુખ્યમંત્રી ક્ષત્રિય સમાજમાંથી હોય તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. સાથે તેમના સમાજમાં રહેલા મુખ્યમંત્રી પદના દાવેદારોનાં નામ પણ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતીઓએ એ બાબત ખાસ ધ્યાને લેવી જોઈએ કે, મુખ્યમંત્રી કોઈ સમાજનો હોય તેના કરતાં વધુ તે ગુજરાતનો હોય તે વધુ મહત્વનું છે.

શંકરસિંહ વાઘેલાને CM પદ માટે યોગ્ય ગણાવ્યા
રાજપૂત કરણી સેનાનાં અધ્યક્ષ જે.પી. જાડેજા દ્વારા એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરાયો છે. જેમાં તેણે નરેશ પટેલનાં નિવેદનથી રાજપૂત કરણી સેનામાં અસંતોષ હોવાનું જણાવ્યું છે. સાથે જ ક્ષત્રિય સમાજનો ગુજરાતનાં વિકાસમાં સિંહફાળો હોવાનું જણાવી ક્ષત્રિય સમાજનાં કોઈ રાજકીય આગેવાનને મુખ્યમંત્રી બનાવવા માંગ કરી છે. એટલું જ નહીં આ માટે તેઓએ શંકરસિંહ વાઘેલા, પ્રદીપસિંહ જાડેજા, શક્તિસિંહ ગોહિલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આઇ.કે. જાડેજા સહિતનાં દિગ્ગજ નેતાઓનાં નામનું સૂચન પણ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...