તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Disposed Of 400 Tons Of Waste, There Are More Than 150 Tons Of Rubbish, Despite Spending Rs 50 Lakh Every Year, The Dirt Remains The Same.

રિયાલિટી ચેક:400 ટન કચરાનો નિકાલ કર્યો ત્યાં 150 ટનથી વધુ ખદબદે છે,  દર વર્ષે 50 લાખનો ખર્ચ કરાય છે છતાં ગંદકી યથાવત્ રહે છે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સદર સહિત પાંચ વોંકળાની સફાઇ થઇ હોવાનો મનપાનો દાવો પોકળ

ચોમાસા દરમિયાન બેથી ત્રણ ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં અનેક વિસ્તારો પાણી ભરાઇ જાય છેે. જેના કારણે અનેક લોકોની ઘરવખરી સહિતના માલસામાનને મોટી નુકસાની થાય છે. વોંકળાની સફાઇ યોગ્ય રીતે થઇ ન હોવાથી સોસાયટીઓ અને વિસ્તારોમાં પાણી ભરાઇ રહ્યું છે. મનપા પ્રી–મોન્સૂન કામગીરી હેઠળ શહેરના 47માંથી 37માં વોંકળાની સફાઇ કરી હોવાનો દાવો કરી રહ્યું છે અને અન્ય 10માં કામગીરી ચાલુ હોવાનું ચાર દિવસ પહેલા જાહેર કર્યું હતું. દિવ્ય ભાસ્કરે આ અંગે રિયાલિટી ચેક કરતા પાંચ વોંકળામાં અંદાજે 150 ટન કચરો હોવાનું બહાર આવ્યું હતું.

આ વોંકળામાંથી મનપાએ અંદાજે 400 ટન કચરાનો નિકાલ કર્યો હોવાનો દાવો કર્યો હતો.  દિવ્ય ભાસ્કરની ટીમે વોંકળાની સફાઇ અંગે રિયાલિટી ચેક કરતા બેદરકારી સામે આવી હતી. સદરબજાર વોંકાળો, શીતલપાર્ક પાસે આવેલા વોંકળો, ભીલવાસનો વોંકળો, સંતકબીર રોડ પરનો વોંકળો અને કિટીપરાના વોંકળામાંથી મનપાએ અંદાજે  400 ટન કચરાનો નિકાલ કર્યો હોવાનો દાવો કર્યો છે, પરંતુ આજે પણ આ પાંચેય વોંકળામાં 150 ટનથી વધુ કચરો હોવાનું નજરે પડે છે. વોંકળાની સફાઇમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી ‘કળા’ થતી હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.

ક્રમશ: તમામ વોંકળાની સફાઇ થાય છે
રાજકોટ મહાનગરપાલિકા ક્રમશ: શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા નાના મોટા 47 વોંકળાની સફાઇ કામગીરી કરી રહ્યું છેે. વોંકળાની સફાઇ બાદ આસપાસ રહેતા લોકો, વેપારીઓ વોંકળામાં કચરો ફેંકતા હોવાથી તેમા ફરી કચરાના થર જોવા મળે છે તેથી ક્રમશ: સફાઇ કામગીરી ચાલુ જ રાખવામાં આવે છે. રાજકોટમાં પ્રી–મોન્સૂન કામગીરી હેઠળ સેન્ટ્રલ ઝોન 1529 ટન, વેસ્ટ ઝોન વિસ્તારમાં 1844 ટન અને ઇસ્ટ ઝોન હેઠળ આવેલા વોંકળામાંથી 1378 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. - નિલેશ પરમાર, પર્યાવરણ ઇજનેર રાજકોટ મનપા  

અન્ય સમાચારો પણ છે...