તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિરાકરણ:જાહેરનામા ભંગ કરનાર પાસેથી દંડ વસૂલી અનેક કેસના નિકાલ

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકઅદાલતમાં 8037માંથી 4461 કેસનું નિરાકરણ

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને ડિસ્ટ્રિક્ટ જજ યુ.પી.દેસાઇએ સવારે દીપ પ્રગટાવી લોકઅદાલતનો પ્રારંભ કરાવ્યો હતો. લોકઅદાલતમાં જુદા જુદા પેન્ડિંગ 8,037 કેસ મૂકવામાં આવ્યા હતા. જેમાં સમાધાન લાયક ફોજદારી કેસ, ચેક રિટર્નના, અકસ્માત વળતર, દીવાની સહિતના કેસનો સમાવેશ કર્યો હતો. આ ઉપરાંત કોરોનાની મહામારીના સમયમાં પોલીસ તંત્ર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા ભંગના આઇપીસી 188 અને આઇપીસી 269ની કલમ હેઠળ કરવામાં આવેલા કેસને પણ સમાવવામાં આવ્યા હતા.

જાહેરનામા ભંગના કેસમાં સમાધાનકારી વલણ અપનાવી દંડ વસૂલી નિરાકરણ લાવવામાં આવ્યું હતું. અકસ્માત વળતરના 249 કેસમાં રૂ.7,86,37,833ની રકમનું સમાધાનથી નિકાલ કરવામાં આવ્યા હતા. તેમજ 1604 ચેક રિટર્નના કેસમાં રૂ.1,00,83,311ની રકમનું સમાધાન થયું હતું. તેમજ લગ્ન વિષયક તકરારના 146 કેસનો પણ સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો. લોકઅદાલત દરમિયાન મોટી સંખ્યામાં વકીલો, પક્ષકારો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

લોકઅદાલત દરમિયાન જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરી એચ.વી.જોટાંગિયા, પેરાલીગલ વોલીએન્ટર મિહીર દાવડા હાજર રહ્યા હતા.રાજકોટના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ યુ.ટી.દેસાઇએ જણાવ્યું કે, અહીં બંને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ કરવામાં આવે છે. જેમાં કોઇનો વિજય નહિ કે કોઇનો પરાજય નહિ. જેને કારણે પક્ષકારો વિવાદ મુક્ત બની જાય છે. પક્ષકારોની સમજણ અને સમજૂતીથી કેસનો નિકાલ કરવામાં આવતો હોવાથી અપીલ થતી નથી.

અન્ય સમાચારો પણ છે...