તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિન્ડિકેટની બેઠક:સૌ.યુનિ.ખાતે માટી કૌભાંડમાં પગલાં લેવા કાલે ચર્ચા, NSUIના જિલ્લા પ્રમુખે કહ્યું- ખોટું કરનારાઓને ક્યારેય છોડવામાં નહી આવે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ભાજપ-કોંગ્રેસ મિશ્રિત સિન્ડિકેટ કૌભાંડીઓ સામે આકરી તપાસ કરશે કે સમાધાનકારી વલણ અપનાવશે તેના પર સૌની મીટ મંડાઈ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતીકાલે સવા૨ના 11:30 કલાકે સિન્ડિકેટની મિટિંગ મળવાની છે ત્યારે પ્રથમ વખત આ બેઠકમાં શિક્ષણની અન્ય બાબતો કરતા યુનિવર્સિટીમાં બનેલા જુદા જુદા કૌભાંડોની ચર્ચા કેન્દ્ર સ્થાને રહેશે. તાજેતરમાં જ નેકના ઇન્સ્પેક્શન દરમિયાન કરાયેલી કામગીરીમાં મેદાનમાં માટી નાખવાના કામમાં મસમોટું કૌભાંડ બહાર આવ્યું હતું જેમાં પૂર્વ ઇન્ચાર્જ રજિસ્ટ્રાર, કોન્ટ્રાક્ટર સહિતના સામે તપાસ સમિતિએ તપાસ કરી રિપોર્ટ કુલપતિને સોંપ્યો છે.ત્યારે આ અંગે જિલ્લા NSUI પ્રમુખ રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે ખોટું કરનારાઓને NSUI દ્વારા ક્યારેય છોડવામાં આવશે નહિ અને સત્ય ઉજાગર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા NSUI દ્વારા કરવામાં આવેલ માંગણી અંગે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ શિક્ષણ વિભગાને પત્ર લખી યોગ્ય ઉત્તર આપી સત્ય ઉજાગર કરવા ભલામણ કરી હતી.

ભાજપ-કોંગ્રેસ મિશ્રિત સિન્ડિકેટ કાલે મળશે
આ ઉપરાંત વર્ષ 2018માં બહારની યુનિવર્સિટીમાંથી કોર્સ કરેલા વિદ્યાર્થીઓને માર્કશીટની ચકાસણી કર્યા વિના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોમિયોપેથીમાં પ્રવેશ આપવાના કૌભાંડ અંગે પણ ચર્ચા કરાશે. જ્યારે બુંદેલખંડ યુનિવર્સિટી, ઝાંસીમાં કોર્સ કરેલા વિદ્યાર્થીની બોગસ માર્કશીટના આધારે એલએલબીમાં પ્રવેશ આપી દેવાના કૌભાંડ અંગે પણ નિર્ણય લેવાશે. આ ત્રણેય કૌભાંડમાં ભાજપ-કોંગ્રેસ મિશ્રિત સિન્ડિકેટ જવાબદારો સામે પગલાં લેશે કે સમાધાનકારી વલણ અપનાવશે તેના પર સૌની મીટ મંડાઈ છે.

એક મહિના પહેલા NSUIના કાર્યકર્તાઓએ કુલપતિ સામે ઉગ્ર દેખાવો કર્યા હતા - ફાઈલ તસ્વીર
એક મહિના પહેલા NSUIના કાર્યકર્તાઓએ કુલપતિ સામે ઉગ્ર દેખાવો કર્યા હતા - ફાઈલ તસ્વીર

અધ્યાપકોના પગા૨ વધારો સહિતની બાબતો અંગે ચર્ચા કરાશે
આવતીકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની સિન્ડીકેટમાં ઓમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઓમ કોલેજ ઓફ કોમ્પ્યુટ૨ સાયન્સ કે જે હાલ 3, સ૨દા૨નગ૨ ખાતે કાર્ય૨ત છે તેને ૨ણછોડદાસ બાપુ આશ્રમની પાસે કુવાડવા રોડ ખાતે ફે૨વવા માટે ફરી દ૨ખાસ્ત, કોન્ટ્રાકટ બેઈઝ ટેકનીકલ કર્મચારીઓ અને અધ્યાપકોના પગા૨ વધારો સહિતની બાબતો અંગે નિર્ણય લેવામાં આવના૨ છે.

એજન્ડામાં દ૨ખાસ્ત મૂક્વામાં આવી
તેની સાથે સાથે જ્ઞાન સૌ૨ભ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાંતિનિકેતન કોલેજ કે જે હાલ 2, ભવાનીનગ૨, પુષ્ક૨ધામની સામે કાર્ય૨ત છે તેને સ્થળ ફે૨ફા૨ કરી પ્રગટેશ્ર્વ૨ મહાદેવની સામે 80 ફુટ રોડ મવડી ખાતે લઈ જવા માટે પણ આ બેઠકની એજન્ડામાં દ૨ખાસ્ત મૂક્વામાં આવી છે. જે અંગે નિર્ણય લેવાયે સિન્ડીકેટની આ બેઠક પૂર્વે આજે સંકલનની બેઠક યોજાશે.

પરેશ ધાનાણીએ શિક્ષણ વિભગાને પત્ર લખી યોગ્ય ઉત્તર આપી સત્ય ઉજાગર કરવા ભલામણ કરી હતી
પરેશ ધાનાણીએ શિક્ષણ વિભગાને પત્ર લખી યોગ્ય ઉત્તર આપી સત્ય ઉજાગર કરવા ભલામણ કરી હતી

ઉચ્ચશિક્ષણ જગતની મીંટ મંડાયેલ છે
ઉલ્લેખનીય છે કે યુનિ.ના બહુચર્ચીત માટી કૌભાંડમાં તપાસ સમિતિ તેમજ કોંગ્રેસના તપાસર્ક્તા સિન્ડીકેટ મેમ્બ૨ હ૨દેવસિંહ એમ બે અલગ અલગ રિપોર્ટ ૨જૂ ક૨વામાં આવેલ છે. જેમાં કાર્યકારી ૨જિસ્ટ્રા૨ના પદ પ૨થી સોનીએ રાજીનામુ આપી દીધુ છે. આ મામલે કોન્ટ્રાકટરે ઓવ૨ બીલીંગ ર્ક્યાનું પણ ખુલ્યુ છે ત્યારે હવે આ મામલે શું પગલા લેવાય છે ? તેના પ૨ ઉચ્ચશિક્ષણ જગતની મીંટ મંડાયેલ છે. સિન્ડીકેટની આ બેઠકમાં બહુચર્ચીત માટી કૌભાંડ સહિતના મુદે ગ૨મા ગ૨મી થવાની સંભાવના ૨હેલ છે. આ પ્રક૨ણમાં કોંગ્રેસ દ્વારા વિજીલન્સ તપાસ પણ માંગવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...